મદનીયાના મોત પર હાથીઓએ કાઢી સ્મશાન યાત્રા, Viral Video

સામાન્ય રીતે તો એવી માન્યતા છે કે મરેલા પાછળ શોક માણસો જ મનાવે પણ વાઈરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમે પણ સ્વીકારશો કે હાથીને પણ પોતાનાઓના મોત પર દુ:ખ થાય છે. ટ્વિટર પર પ્રવિણ કાસવાન નામના એક ફોરેસ્ટ ઓફિસરે આ ઈમોશનલ વીડિયો અપલોડ કર્યો હતો.

આ લાગણીસભર વીડિયોમાં જોઈ શકાય છે કે રોડના કિનારે મદનિયાને મૂકીને હાથી ઉભો રહી જાય છે. આ હાથી રાહ જોઈ રહ્યો છે તેના અન્ય સભ્યોની. બધા જ ત્યાં આવી જતાં તેઓ ફરી તે મદનિયાના મૃતદેહને લઈને જંગલમાં ઓઝલ થઈ જાય છે.

હાથીઓના ટોળાએ મદનિયાના મોત બાદ સ્મશાન યાત્રા પણ નીકાળી હતી. આ પરિવાર તેમના સંતાનને એકલું છોડવા નથી માગતો. હૃદયસ્પર્શી વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે આ દૃશ્ય તમારા દિલને સ્પર્શી જશે.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર