WC-2019: સેમીફાઈનલમાં હાર બાદ નિરાશ કોહલી બોલ્યો, પ્રથમ 45 મિનિટની રમતે…

India's cricket team captain Virat Kohli attends a press conference ahead of the first One Day International (ODI) match between India and Australia at the Sydney Cricket Ground in Sydney on January 11, 2019. (Photo by Saeed KHAN / AFP) / -- IMAGE RESTRICTED TO EDITORIAL USE - STRICTLY NO COMMERCIAL USE --

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હાર્યા પછી કહ્યું કે, ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીના શરૂઆતી સ્પેલના લીધે ટીમ વર્લ્ડ કપની બહાર થઇ હતી. તેણે કહ્યું કે તે બંનેએ ફાસ્ટ બોલિંગનો શ્રેષ્ઠ સ્પેલ નાખ્યો હતો. તેમણે અમને ભૂલ કરવા મજબૂર કર્યા હતા. 6 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી કોઈ પણ ટીમ માટે વાપસી કરવી સરળ હોતી નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાની ઇનિંગ્સ થકી અમે મેચમાં વાપસી કરી હતી. અવિશ્વસનીય હાર બાદ ભારતીય ટીમનો કેપ્ટન કોહલી ખૂબ દુખી જોવા મળ્યો હતો. તેણે મેચ બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું, હારને સ્વીકાર કરવી મુશ્કેલ થઈ રહી છે પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર હતી. પ્રથમ હાફમાં અમારૂ પ્રદર્શન સારૂ હતું. અમે વિચાર્યું હતું કે ન્યૂઝીલેન્ડને અમે એવા સ્કોર પર રોક્યું છે જેને હાસિલ કરી શકાય છે પરંતુ જે રીતે તેણે બોલિંગ કરી, અમે હારી ગયા.

કોહલીએ કહ્યું કે કિવિઝે પ્રથમ 45 મિનિટમાં શાનદાર બોલિંગ કરીને અમને બેકફૂટ પર લાવી દીધા હતા. ઋષભ પંતની વિકેટ વિશે તેણે કહ્યું કે તેની પાસે ટેલેન્ટ અને કેરેક્ટર બંને છે, સમય સાથે મેચ્યોર્ડ થઇ જશે. ધોની અને જાડેજા હતા ત્યાં સુધી જીતવાની આશા હતીઃ ધોનીએ નિવૃત્તિ અંગે કોઈ સંકેત આપ્યા નથી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી