વિરાટ કોહલી હવે ટેસ્ટ અને વન્ડેમાં પણ છોડી શકે છે સુકાની : રવિ શાસ્ત્રી

જાણો ભારતીય ટીમના પૂર્વ મુખ્ય હેડ કોચ શાસ્ત્રીએ કેમ આવું કહ્યું…

વિશ્વના દિગ્ગજ બેટરોમાં શામિલ વિરાટ કોહલી ટી20 બાદ હવે ટેસ્ટ અને વન્ડે ફોર્મેટમાં પણ કપ્તાની છોડી શકે છે તેમ ભારતીય ટીમના પૂર્વ મુખ્ય હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે. નોંધનીય છે કે, ટી20 વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીનો પણ કાર્યકાળ પૂરો થઈ ગયો છે. ખાસ કરીને કોરોના કાળમાં સુકાનીપદમાં રહેલાં ભારે દબાણને કારણે કોહલી સુકાનીપદ છોડી શકે છે તેમ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું.

ટી20 વર્લ્ડ કપમાંથી ભારત બહાર ફેંકાતા જ કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થયો હતો. જ્યારે કોહલીએ બાયો બબલના થાકને કારણે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાંથી અને એક ટેસ્ટમાંથી આરામ લીધો છે. ઈન્ડિયા ટુડે સાથે વાતચીત કરતાં રવિ શાસ્ત્રીને સવાલ કરાયો હતો કે, શું કામના ભારણને કારણે વિરાટ કોહલી અન્ય ફોર્મેટમાંથી પણ સુકાનીપદ છોડી શકે છે.

આ પ્રશ્નના જવાબમાં રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, તેના સુકાનીપદ હેઠળ રેડ બોલ ક્રિકેટમાં ભારત છેલ્લા પાંચ વર્ષથી નંબર વન રહ્યું છે. અને જ્યાં સુધી તે માનસિક રીતે થાકી ન જાય, અથવા પોતે સુકાનીપદ છોડી દેવાની ઈચ્છા દર્શાવે, કે હવે હું મારી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. અને આ ટૂંક સમયમાં સંભવ થઈ શકે છે.

આ સાથે કોહલીએ કહ્યું કે, આ નિર્ણય કોહલી તુરંત નહીં લઈ લે, પણ આ વસ્તુ થશે જરૂર. અને સાથે-સાથે વ્હાઈટ બોલ ક્રિકેટમાં પણ આમ થઈ શકે છે, જ્યાં તે કહી શકે છે કે હવે હું મારી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. આ તેનું મગજ અને શરીર છે કે જે નિર્ણય લેશે. અને આમ કરનાર તે પ્રથમ નહીં હોય. અનેક સફળ ખેલાડીઓએ તેમની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાનીપદ છોડી દીધું છે.

રવિ શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધી વિરાટ કોહલી ટીમમાં સૌથી ફિટ ખેલાડી છે. એ નક્કી છે કે તે ભૂખ્યો છે, અને ટીમમાં અન્ય કોઈ પણ ખેલાડી કરતાં તે સૌથી વધારે ફિટ છે. જ્યારે તમે એટલા ફિટ હોય છો ત્યારે તમારું આયુષ્ય વધે જ છે. સુકાનીપદનો નિર્ણય તેનો હોઈ શકે છે. પણ મારા મત મુજબ તેણે વ્હાઈટ બોલનું સુકાનીપદ છોડી દેવું જોઈએ. પણ રેડ બોલ ક્રિકેટનું સુકાનીપદ ન છોડવું જોઈએ. કેમ કે, તે ટેસ્ટ ક્રિકેટનો બેસ્ટ બ્રાન્ડ એમ્બેસડર છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી