September 20, 2021
September 20, 2021

વિરાટ કોહલી છોડી રહ્યો છે કેપ્ટન્સી…!

‘હિટમેન’ના હાથમાં હશે ઇન્ડિયાની કમાન

ભારતીય ક્રિકેટ ટીમમાં આગામી સમયમાં મોટો ફેરફાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ બાદ સીમત ઓવરોમાં રાજીનામુ આપી શકે છે જ્યારે ટીમ ઈન્ડિયાના ધુરધંર બેટ્સમેન હિટમેન રોહિત શર્માને વન્ડે- ટી-20ના કેપ્ટન બનાવવામાં આવી શકે છે તેમ સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિરાટ કોહલીએ આ મામલે રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે લાંબી વાતચીત કરી છે. વિરાટ કોહલી પિતા બન્યા બાદ બેટિંગ પર ફોકસ કરવા માટે આ પગલુ લઇ રહ્યો છે. વિરાટ કોહલી કેપ્ટન્સી છોડવાની પોતે ઘોષણા કરશે. વિરાટ કોહલીનું માનવુ છે કે તેમણે પોતાની બેટિંગ પર ફોકસ કરવા અને દુનિયાનો બેસ્ટ બેટ્સમેન બનવા માટે પરત જવાની જરૂર છે.

બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યા અનુસાર, વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે કેપ્ટન્સીની જવાબદારી વહેંચવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ પાછલા કેટલાંક મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઇન્ડિયાની જીત બાદથી જ આ વાતચીત ચાલી રહી હતી.

કોહલીની બેટિંગ પર પડી રહી છે અસર
ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન્સીના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. કોહલીને પણ લાગે છે કે તમામ ફોર્મેટમાં તેની બેટિંગને વધુ સમય અને વધુ ગતિની જરૂર છે. આમ પણ 2022 અને 2023 વચ્ચે ભારત બે વર્લ્ડ કપ (વન ડે અને ટી-20) રમશે, તેવામાં તે વધુ જરૂરી બની ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે વિરાટે તે પણ અનુભવ્યું કે તમામ ફોર્મેટમાં કેપ્ટન તરીકે તેની સમગ્ર જવાબદારીઓ તેની બેટિંગ પર ભારે પડી રહી છે. તેમને સ્પેસ અને ફ્રેશનેસની જરૂર છે, કારણ કે તેમની પાસે ટીમને આપવા માટે હજુ ઘણુ બધુ છે.

 48 ,  1