ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સતત વિશ્વનો નંબર એક બેટ્સમેન બનેલો છે. આઈસીસીના વના ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ફરી નંબર-1ના સ્થાને યથાવત છે. તે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ થી છ પોઈન્ટ આગળ છે જે બીજા સ્થાન પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ત્રીજા સ્થાન પર છે.
વિરાટ કોહલી સૌથી વધુ મેચોમાં આગેવાની કરવામાં ભલે સંયુક્ત રૂપે ત્રીજા સ્થાને હોય. પરંતુ તે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના મામલામાં સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાને છે. ભારતે વિરાટની આગેવાનીમાં 27 ટેસ્ટ મેચ જીતી છે. એમએસ ધોની પણ ભારતને કેપ્ટન તરીકે આટલી મેચોમાં વિજય અપાવી ચુક્યો છે. જો ભારત 30 ઓગસ્ટથી શરૂ થતી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવે છે, તો તે વિરાટની આગેવાનીમાં ભારતની 28મી જીત હશે. આમ થતાં તે દેશનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની જશે.
36 , 1