રોહિત શર્મા સાથે મતભેદ પર વિરાટે પત્રકાર પરિષદમાં કહ્યું- માત્ર અફવા

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે રવાના થતાં પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મહત્વનું છે કે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે આજે રવાના થવાની છે.

આ પહેલા મીડિયાામાં વિરાટ અને રોહિત શર્મા વચ્ચે અણબનાવ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. એવા સમાચાર પણ હતા કે તેના લીધે કોહલી કદાચ પ્રેસ કોન્ફરન્સ નહીં કરે. જોકે સોમવારે સાંજે કોહલી અને કોચ રવિ શાસ્ત્રી મુંબઇમાં પત્રકારો સમક્ષ હાજર થયા અને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુક્યું.

વિરાટ કોહલીએ જણાવ્યું કે, રોહિત શર્મા સાથે કોઈ ઝઘડો નથી. ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે રોહિત શર્મા સાથેના વિવાદને આધારવિહીન ગણાવી હતી. વધુમાં વિરાટે જણાવ્યું કે, ટીમનો સારો માહોલ ન હોય તો અમે બે-ત્રણ વર્ષ સુધી શાનદાર પ્રદર્શન કરી શકીએ નહીં.

વિરાટ કોહલીએ પત્રકારોને કહ્યું કે, ‘તમે લોકોએ જોવું જોઈએ કે અમારા ડ્રેસિંગ રૂમનો માહોલ કેટલો સારો છે. કુલદીપ યાદવ અને એમએસ ધોની જેવા ખેલાડીઓની સાથે મજાક કરવામાં આવે છે.’ વિરાટે કહ્યું, ‘મને નથી ખ્યાલ કે રોહિત અને મારા વચ્ચે કોણ ઉપજાવી કાઢેલી કહાની બનાવી રહ્યું છે. મને ખ્યાલ નથી કે આ રિપોર્ટ્સ કેમ ચાલી રહ્યાં છે. અમારી વ્યક્તિગત જિંદગીને પણ તેમાં ઘસેડવામાં આવી રહી છે.’

“અણબનાવ વિશેની ઘટનાઓ વાંચવામાં ખૂબ જ હાસ્યાસ્પદ છે . રમત પરથી ફોકસ હટાવી દેવામાં આવ્યું છે. બહાર બેઠા લોકો આવી ચીજો કરી રહયાં છે. અમે સિનિયર ખેલાડીઓ છીએ. લોકો ડ્રેસિંગ રૂમ વિશે જુઠ્ઠાણા અને કલ્પનાઓ બનાવી રહ્યા છે. તે અનાદર જેવી બાબત છે.”

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી