વિરાટ કોહલી ટી20 પછી RCBની પણ છોડશે કેપ્ટનશીપ

કેપ્ટન તરીકે આ મારી અંતિમ IPL

ઈન્ડીયન પ્રીમિયર લીગ(IPL)2021ની બીજી સીઝન ગઈકાલ રવિવારથી શરૂ થઈ. ક્રિકેટ રસિયાઓ બીજા તબક્કાની પ્રથમ મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રાતે મેચ જોઈ રહ્યા હતા ત્યારે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી એ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. કોહલીએ કહ્યું છે કે આ IPL બાદ હવે તે RCBનો કેપ્ટન રહેશે નહીં. એટલે કે, આ સીઝન RCB માં કેપ્ટન તરીકે તેની છેલ્લી સીઝન છે. કોહલી તે બેટ્સમેનોમાંનો એક છે જે, 2008 થી IPLની શરૂઆતથી RCBની ટીમની સાથે છે. તેણે 2013 માં ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી પરંતુ તે અત્યાર સુધી ટીમને એક પણ વાર ટાઇટલ અપાવવામાં સફળ રહ્યો નથી.

RCB તરફથી રવિવારે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. કોહલીએ IPL-2021માં અંતિમ વખત RCB માટે કેપ્ટનશિપ કરતો દેખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિને શરૂ થનારા T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેવાની વિરાટ કોહલી અગાઉ જાહેરાત કરી ચૂક્યો છે. આ ઉપરાંત વિરાટ કોહલી 2013ની સીઝનથી RCBનો કેપ્ટન રહ્યો છે.

IPL 2020 માં RCB એ 14 માંથી સાત મેચ જીતી અને સાત હારી. લીગ તબક્કામાં ચોથા ક્રમે રહી અને પ્લેઓફમાં તેની ટીમ પહોંચી હતી. પરંતુ એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે હારી ગયો.

ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બરે વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી અને હવે કોહલીએ આરસીબીના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

 81 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી