વિરાટ કોહલીનો વિરાટ નિર્ણય, ટી-20ની કેપ્ટનશિપ છોડશે

ભારતના નવા ટી-૨૦ કેપ્ટન બનવાની રેસમાં રોહિત શર્મા સૌથી મોખરે

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના ટી-૨૦ કેપ્ટન તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. કોહલીએ સોશિયલ મીડિયામાં એક સ્ટેટમેન્ટ રિલીઝ કરીને જાહેરાત કરી છે કે, ઓક્ટોબરમાં યુએઈમાં ટી-૨૦ વર્લ્ડ કપ શરૃ થવા જઈ રહ્યો છે, જે કેપ્ટન તરીકે મારો આખરી વર્લ્ડ કપ હશે. હું ટી-૨૦ કેપ્ટન તરીકે રાજીનામું આપ્યા બાદ પણ એક બેટ્સમેન તરીકે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રમતો રહીશ.

છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે, કોહલી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી છોડી દેશે. તેનું સ્થાન લેવા માટે રોહિત શર્મા હાલ રેસમાં સૌથી આગળ હોવાનું મનાય છે.

કોહલીએ ટ્વિટ કર્યું, ‘હું નસીબદાર છું કે હું માત્ર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ જ કરતો નથી પણ મારી શ્રેષ્ઠતા મુજબ તેનું કેપ્ટન પણ છું. કેપ્ટન્સીના આ સમયગાળા દરમિયાન મને ટેકો આપનાર દરેકનો હું આભાર માનું છું. હું મારા સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિ, કોચ અને ભારતીય ટીમ માટે પ્રાર્થના કરનારા દરેકનો આભાર માનું છું.

તેમણે આગળ કહ્યું, ‘છેલ્લા 8-9 વર્ષથી હું ત્રણેય ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. છેલ્લા 5-6 વર્ષથી હું ત્રણેયનો કેપ્ટન છું. મને લાગે છે કે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં કેપ્ટનશિપ માટે તૈયાર થવા માટે મારે થોડી જગ્યા છોડવાની જરૂર છે. ટી 20 કેપ્ટન તરીકે, મેં મારું સર્વસ્વ આપ્યું છે અને હું બેટ્સમેન તરીકે ટી ​​20 ટીમ સાથે જોડાઈશ.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી