September 20, 2021
September 20, 2021

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ‘વિરાટ સેનાનો ફ્લોપ શો’78 રનમાં ખખડયું

નવ બેટ્સમેનો ડબલ ફિગર પર ન પહોંચી શક્યા, ઈંગ્લેન્ડની નવી ઓપનિંગ જોડીની શાનદાર શરૂઆત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચનો પ્રારંભ દિવસે જ ભારતીય ટીમનો ફરી ફ્લોપ શો જોવા મળ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 78 રનમાં સમેટાઈ ગઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટ ઈતિહાસનો આ નવમા ક્રમનો નિમ્ન સ્કોર છે. ભારત હજુ આઠ મહિના પહેલા જ ઓસ્ટ્રેલિયા સામે એડીલેડ ટેસ્ટમાં માત્ર ૩૬ રનમાં જ ખખડયું હતું જે તેઓનો અત્યાર સુધીનો સૌથી નિમ્ન સ્કોર છે.

ભારતના માત્ર બે બેટ્સમેન ડબલ આંકડા સુધી પહોંચી શક્યા હતા. જેના જવાબમાં પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડે વિના વિકેટે 120 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડે 42 રનની લીડ મેળવી લીધી છે.

બીજી બીજુ ઈંગ્લેન્ડે આજે નવી ઓપનિંગ જોડી સાથે શાનદાર શરૂઆત કરી હતી. રોરી બર્ન્સ અને હસીબ હમીદે બંનેએ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. દિવસના અંતે રોરી બર્ન્સ 52 અને હમીદ 58 રન બનાવી ક્રીઝ પર છે. બંનેએ 120 રનની ભાગીદારી કરી છે. ભારતના કોઈ બોલર સફળતા મેળવી શક્યા નહીં.

લોર્ડ્સ ટેસ્ટમાં યાદગાર જીત મેળવી લીડ્સ પહોંચેલી ભારતીય ટીમ પાસે મોટી આશાઓ હતી. પરંતુ અનુભવી બોલર જેમ્સ એન્ડરસનની રણનીતિ સામે ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યાં. પ્રથમ ઓવરમાં જ કેએલ રાહુલ માત્ર શૂન્ય રન બનાવી વિકેટની પાછળ જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. ભારતે 1 રને પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી.

 68 ,  1