વિસનગર: વિધવા મહિલા સહાય માટે વિકાસ અધિકારી દ્વારા કેમ્પનું આયોજન કરાયું

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિધવા સહાય થી કોઈપણ મહિલા વંચિત ન રહી જાય તે માટે વિસનગર તાલુકા વિકાસ અધિકારી દ્વારા કેમ્પ યોજી વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

વિસનગર તાલુકામાં આવેલા લાછડી ગામે આજે મહિલા વિધવા સહાય માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં નવા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 77 જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી દ્વારામા અમૃતમ યોજનામાં કાર્ડ જેવી વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ પૂરો થતાં જે મહિલાઓનું રજીસ્ટ્રેશન થયું હતું તે મહિલાઓને એક વૃક્ષનો રોપો આપવામાં આવ્યો હતો. તેમને આ રોપો વાવીને પોતાના દીકરાની જેમ ઉછેરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું.

તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં વિસનગર તાલુકાની લગભગ પંદરસો જેટલી વિધવા બહેનોને નોંધણી કરાવી છે આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ સથવારા તેમજ મુકેશ ભાઈ ચૌધરી બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી