વિસનગર : “નંદ ઘેર આનંદ ભયો”ના જયઘોષ સાથે જન્માષ્ટમીની ઉજવણી

પવિત્ર શ્રાવણ માસમાં આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી..ના ગગનભેદી જયઘોષ સાથે વિસનગર શહેરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ હતી.ત્યારે વિસનગરમાં આવેલ હરિહર લાલ મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ મંદિરની અંદર હરિહર યુવા મંડળ દ્વારા મંદિરને ડેકોરેશન કરી સુશોભિત કરવામાં આવી છે, ત્યારે મહિલા મંડળ દ્વારા અહીંયા ભજન કીર્તન પણ કરાય છે ત્યારબાદ સાંજના ટાઇમે ભગવાનનો અભિષેક થાય છે રાત્રે યુવા મંડળ દ્વારા બીપી ભજન કીર્તન કરવામાં આવે છે ત્યાર પછી રાત્રે બાર એક મિનિટે મંદિરના દ્વાર ખુલતા ની સાથે કેક કાપ્યા બાદ દુધ અને દહીંની રેલમછેલ કરવામાં આવે છે.

રાત્રે 12 વાગતાની સાથે જ શંખનાદ કરી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કર્યા હતા. તે સાથે મંદિરો “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી”..ના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. શહેરના માર્ગો ઉપર યુવાનો ઢોલ-નગારા સાથે નીકળી પડ્યા હતા. તો બીજી બાજુ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝૂલાવવા માટે શ્રધ્ધાળુઓએ પડાપડી કરી હતી. ત્યારે ભકતો દ્વારા “જય રણછોડ માખણચોર”ના જય કારા સાથે મંદિરનાં પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. આ મંદિર લગભગ 800 વર્ષ જૂનું  છે ક્યારે આ પરંપરાને જાળવી રાખવા નાગર બ્રાહ્મણો દ્વારા પુજા અર્ચના કરવામાં આવે છે. ભગવાને પ્રસાદ માં ખાસકરીને આ દિવસે પંજળી ધરાવવામાં આવે છે

પ્રતિનિધિ: અતુલ પટેલ, મહેસાણા.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી