વિસનગરના દલાલ સ્ટોક હિમાંશુ ભાવસારની ધરપકડ

અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ પર ટોળાએ હુમલો કરતા ત્રણ પોલીસ કર્મીને ઈજા

વિસનગરના દલાલ સ્ટોકના હિમાંશુ ભાવસારની ધરપકડ કરી જઈ રહેલી અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ પર ટોળાએ કરેલા હુમલામાં ત્રણ પોલીસ કર્મીને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે શહેર પોલીસ મથકમાં હિમાંશુ ભાવસાર સહિત 6 શખ્સો તેમ જ ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે.

વિસનગર ખાતે આવેલ દલાલ સ્ટોક નામની પેઢીના હિમાંશુ ઉર્ફે પીન્ટુ ભરતભાઈ ભાવસાર વિરૂધ્ધ અમદાવાદ શહેર સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો. જે ગુનામાં હિમાંશુ ભાવસાર વિસનગરમાં કમાણા રોડ ઉપર આવેલ પોતાના રૂદ્રાક્ષ બંગ્લોઝના નિવાસ્થાને હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના પગલે અમદાવાદ સાયબર ક્રાઈમના પી.એસ.આઈ. આર.એસ.ગોહીલ અન્ય સ્ટાફ સાથે વિસનગર આવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ.બી.વી.ભગોરા તથા સ્ટાફ સાથે રૂદ્રાક્ષ બંગ્લોઝમાં પહોંચ્યા હતા. પોલીસે તેને બહાર આવી જવાની વિનંતી કરવા છતાં બહાર નહી નિકળતા પોલીસે દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે પોલીસની ધરપકડથી બચવા હિમાંશુ ભાવસારે નજીકમાં પડેલ કાતર લઈ પોતાની જાતે જ ડાબા હાથની કલાઈના ભાગે લસરકો મારી દીધો હતો. પોલીસ મકાનની બહાર કાઢતાં જ હિમાંશુ ભાવસારના સાગરીતો તથા મિત્રોએ આવીને હિમાંશુ ભાવસારને પોલીસના હાથમાંથી છોડાવવા ઝપાઝપી કરી પોલીસ સાથે મારઝુડ કરી હતી. જેમાં પોલીસ કર્મીને ઇજા પહોંચી હતી. આ હુ મલાના પગલે વધુ પોલીસની મદદ માટે કોલ કરવામાં આવતા ચારેબાજુથી પોલીસની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચતાં એકત્ર થયેલ ટોળામાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે સમયસૂચકતા વાપરી હિમાંશુને અમદાવાદ લઈ આવી હતી.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી