September 26, 2022
September 26, 2022

વિસનગરની રથયાત્રામાં 38 વર્ષ બાદ પ્રથમ વખત ભગવાનનું મામેરુ ભરાયું

વિસનગર શહેર અષાઢી બીજ નિમિત્તે જય રણછોડ માખણચોરના જય ઘોષ સાથે કુંજુ ગુંજી ઊઠ્યું હતું. દર વર્ષ કરતા ચાલુ વર્ષે સવારે 9:00 વાગ્યે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા હરીહર સેવા મંડળથી નગરચર્યા કરવા કરવા નીકળ્યા હતા. તેમને આવકારવા ઠેર ઠેર ભીડ ઉમટી હતી. વિસનગરની રથયાત્રામાં 38 વર્ષ બાદ પહેલી વખત ભગવાનનું મામેરુ ભરાયું હતું. જેમાં સવા કિલો ચાંદીના આભૂષણો અને નવા વસ્ત્રો અર્પણ કર્યા હતા ભક્તો માટે ભોજન પ્રસાદી આપવામાં આવી હતી.

વિસનગર શહેરના હરિહર સેવા મંડળથી સવારે 9:00 વાગ્યે ભગવાનની આરતી કર્યા બાદ રથયાત્રાનું પ્રારંભ કરાયું હતું. જેમાં 30 ટ્રેક્ટર 10 ઊંટ લારી 10 ટેમ્પો 10 બગીઓ 8 ઘોડા સહિત 80 જેટલા વાહનો જોડાયા હતા જેમાં આદિવાસી અને રાજસ્થાની લોક નૃત્યની ઝાખી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

20 જેટલી ભજન મંડળીઓ આ રથયાત્રામાં જોડાઈ હતી. જે રથયાત્રા સવાલા દરવાજા, દિપક ચાર રસ્તા, દરબાર રોડ મેન બજાર, લાલ દરવાજા થઈ ઉમિયા માતાના મંદિર પહોંચી હતી. જ્યાં ભગવાનનું સૌપ્રથમવાર મામેરુ ભરવામાં આવ્યું હતું. શહેરના ઉમિયા માતાજીના મંદિરે રથયાત્રા પહોંચતા ધારાસભ્ય ઋષિકેશ ભાઈ પટેલ અને તેમના પત્ની મીનાબેન સહિત તેમની ટીમ તેમજ વ્યાપારી મંડળ દ્વારા રથનું સામૈયુ કરી ભગવાનને મંદિરે આરામ કરવા લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં મોસાળ પક્ષે સવા કિલોના ચાંદીના આભૂષણો ભરી ભગવાનને નવા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રથયાત્રા એ આગળના માર્ગે પ્રસ્થાન કરાવ્યું હતું. મામેરામાં ભક્તોને જમણવારમાં શીરો, પુરી, બટાકાનું શાક, દાળ, ભાત પીરસવામાં આવ્યા હતા. રથયાત્રામાં પ્રથમવાર મામેરુ ભરાયા પછી આગામી પાંચ વર્ષ સુધી મામેરું ભરવા માટે ધારાસભ્ય અને વેપારી મંડળના સભ્યોએ જાહેરાત કરી હતી.

 95 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી