Tree Planting: વિસનગરની વિશિષ્ઠતા એક વૃક્ષ કાપો તો 4 વૃક્ષ રોપવા ફરજીયાત

વાત એવા ગામની જ્યાં વૃક્ષનું જતન જવાબદારી નહીં ગામનો વારસો છે. વિસનગર તાલુકાના તરભ ગામમાં અનોખી પરંપરાના કારણે પ્રત્યેક 2 વ્યક્તિ સામે 3 વૃક્ષો છે. 80 ટકા સાક્ષરતા ધરાવતાં તરભ ગામમાં 1500 મકાનમાં 6300 ની વસ્તી છે. તેની સામે વૃક્ષોની સંખ્યા 9700 જેટલી છે. ગામમાં એક પણ ખુલ્લી જગ્યા એવી નથી કે જ્યાં વૃક્ષ જોવા ન મળે.

આ અંગે ગામના અગ્રણી સોમાજી કાનાજી કહે છે કે, ગ્રામજનોને વૃક્ષ પ્રેમ વારસામાં મળ્યો છે. અમે ક્યારેય વૃક્ષારોપણનું અભિયાન ચલાવાયું નથી. નવાઇની વાત તો એ છે કે, ગ્રામમાં ક્યારેય બિનજરૂરી વૃક્ષ છેદન થતું નથી. જો કોઇ વૃક્ષ નડતરરૂપ હોય કે જોખમી હોય તો તેને જ કાપવામાં આવે છે. અને તેની સામે કપાયેલા એક વૃક્ષ સામે નવા 4 વૃક્ષો ઉછેરાય છે.

ગામમાં માત્ર 200 મીટરનો પ્રવેશ રોડ પર એક વૃક્ષ નહોતું તેમાં પણ આ વર્ષે વૃક્ષારોપણ કરાયું છે. ગામના વડીલો દ્વારા વારસામાં મળેલા આ વૃક્ષ પ્રેમના કારણે આસપાસના અન્ય ગામો કરતાં વધુ વરસાદ કુદરત આપે છે. એટલુ જ નહીં ઉનાળામાં ગામનું તાપમાન પણ નીચું રહે છે.

ગામની ભૌગોલીક સ્થિતિ એવી છે કે, જમીનના ઉપરના સ્તરમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટે છે. જેને લઇ નવા રોપાને ભેજ ન મળતાં તેને ઉછેરવામાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા સ્વામી ચરણગીરીજી વિદ્યાલયના પ્રિન્સીપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને એક ટેકનીક આપી છે. જે મુજબ વિદ્યાર્થીઓ આખા ગામમાંથી પિવાના પાણીની ખાલી બોટલો એકત્રીત કરી છે. અને બોટલના સૌથી નીચેના ભાગે નાનું કાણું પાડી તેમાં પાણી ભરી રોપાના થડ જોડે મુકી દેતા હોય છે. જેને લઇ પાણીની બચત સાથે આખો દિવસ જમીનમાં ભેજ જળવાઇ રહે છે.

જ્યારે ગામ ના કોઈ પણ યુવાન નો જન્મ દિવસ હોય કે કોઈ પણ સારો પ્રસંગ હોય તો પણ ૧૦ થી વધારે વૃક્ષ વાવીને ઉજવણી કરવામાં આવે છે આ કામ માટે ગામ પંચાયત નો ખુબ ફારો રહેલો છે આ ગામની આવી કામગીરી જોયા પછી બીજા ગામ ને પ્રેરણા મલી રહે અને વૃક્ષો વાવે તો ભવિષ્ય આવનારી પેઢી ને પ્રદુષણ સામે લડવાની શક્તિ મળી રહે છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી