વિઠ્ઠલ રાદડિયાનો દેહ પંચમહાલભૂતમાં વિલીન, પુત્ર જયેશ રાદડિયા મુખાગ્નિ આપી

પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. પુત્ર જયેશ રાદડિયાએ મુખાગ્નિ આપીને અંતિમ વિધિ પૂર્ણ કરી હતી. જયેશ રાદડિયા પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. વિઠ્ઠલભાઇ રાદડિયાની અંતિમ વિધિ અને અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. શબવાહિનીને ફૂલોથી શણગારમાં આવી હતી.

પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું. જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તે બાદ તેમની અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જામકંડોરણા પહોંચીને તેમના અંતિમ દર્શન કર્યા હતા. 29 જુલાઈએ સવારે 10 વાગ્યે વિઠ્ઠલભાઈ રાદડિયાએ 60 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબી બીમારી બાદ વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે.

અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વિઠ્ઠલભાઈના જવાથી સૌરાષ્ટ્રને મોટી ખોટ પડી છે.

કિસાન નેતા તરીકે તેમણે પાયાના નાના માણસો માટે જે મહેનત, કામગીરી કરી હતી, તેના કારણે આજે લોકોના હૃદયમાં ગમગીની છે. ગરીબોના બેલી આપણી વચ્ચે નથી. ભાજપને પણ મોટી ખોટ પડી છે.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી