વોડા-આઇડિયા હવે અપોલો ગ્લોબલ પાસે મદદની કરી આશ, 3 અબજ ડોલર કરશે એક્ત્ર

Viનો કટોકટીમાંથી બહાર નીકળવા વધુ એક પ્રયાસ

વોડાફોન આઈડિયા આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે આ કટોકટીમાંથી બહાર નિકળવા વધુ એક પ્રયાસ કરી રહી છે. વી અમેરિકન પીઇ ગ્રુપ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ પાસેથી પૈસા એકત્ર કરવા માટે વાતચીત કરી રહ્યું છે. વોડાફોન આઈડિયા (વી) આગામી ત્રણ મહિનામાં રૂ. 22,400 કરોડ (3 અરબ ડોલર) એકત્ર કરવા માંગે છે. કંપની આ નાણાં દેવું અને ઇક્વિટી બંને દ્વારા એકત્ર કરશે. આ મામલે સંબંધિત લોકોએ આ માહિતી આપી હતી.

એક એક્ઝિક્યુટિએ જણાવ્યું હતું કે, વ્યવસાયિક મૂલ્યાંકન, ભંડોળની શરતો અને સૂચિત સોદાની રચના અંગે ચર્ચા કરવા માટે એપોલો સાથે ચર્ચા ચાલી રહી છે. આ પહેલા પણ, વીએ ઘણી વાર ભંડોળ એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેના પ્રયત્નો સફળ ન થયા નહોતા. આ વખતે વી એપોલો ગ્લોબલ પાસેથી બધા પૈસા એકત્ર કરવા માંગે છે.

જો બંને પક્ષ મૂલ્યાંકન અને શરતો પર સહમત થાય તો વોડાફોન આઈડિયા પણ મોટો હિસ્સો આપવાની ઓફર પણ કી શકે છે. અગાઉ, વોડાફોન આઈડિયાએ ભંડોળ ભેગું કરવાના કન્વર્ટિબલ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇશ્યૂ કરવા જોર આપ્યું હતું. હાલ વોડા-આઇડિયામાં ઇંગ્લેન્ડના વોડાફોન પીએલસીની 44.39 ટકા અને આદિત્ય બિરલા ગ્રૂપની 27.66 ટકા હિસ્સેદારી છે.

આ બાબત અંગે પૂછતા અપોલો ગ્લોબલના પ્રવક્તાએ કહ્યુ કે, તેઓ હાલ કંઇ પણ કહી શકશે નહી. તો વોડાફો – આઇડિયાના પ્રવક્તાએ પણ પૂછાયેલા પ્રશ્નનો કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી. અપોલો ગ્લોબલ નાણાંકીય ભંડોળ પુરુ પાડવા માટે વોડાફોન આઇડિયાની સમક્ષ કડક શરતો મૂકી શકે છે.તો વોડાફોન-આઇડિયાના પ્રમોટર્સ પાસેથી કોર્પોરેટ ગેરંટી પણ માંગણી કરી શકે છે.

 72 ,  1