લોકસભાની 3 અને 30 વિધાનસભા બેઠકો માટે મતદાન જારી

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, પેટાચૂંટણીનો જંગ શરૂ….

દેશના અનેક રાજ્યોમાં આજે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે 3 લોકસભા અને 30 વિધાનસભા સીટો પર મતદાન થવાનું છે. મોટાભાગની સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે તો કેટલીક સીટો પર પ્રાદેશિક પક્ષોનો દબદબો વધુ છે. લોકસભા સીટોની વાત કરીએ તો આજે દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશની મંડી અને મધ્ય પ્રદેશના ખંડવામાં મતદાન થશે.

આસામમાં પાંચ, બંગાળમાં ચાર, મધ્યપ્રદેશ, હિમાચલ અને મેઘાલયમાં ત્રણ-ત્રણ, બિહાર, રાજસ્થાન અને કર્ણાટકમાં બે-બે અને આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. 2 નવેમ્બરે મતદાન થશે. નાગાલેન્ડમાં પણ વિધાનસભાની એક સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અહીં 13 ઓક્ટોબરે નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ છે.

લોકસભાની જે સીટો પર પેટા ચૂંટણી થઈ રહી છે. જેમાં દાદરા અને નગર હવેલી, હિમાચલના મંડી તથા મધ્ય પ્રદેશની ખંડવા સામેલ છે. આસામના 5, બંગાળની 4 , મધ્ય પ્રદેશ, હિમાચલ તથા મેઘાલયના 3 -3 , બિહાર, રાજસ્થાન તથા કર્ણાટકના 2-2 અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ તથા તેલંગાણાની એક- એક વિધાનસભા સીટ માટે વોટ નાંખી રહ્યા છે. મોટા ભાગની સીટો પર મુખ્ય ખેલ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની વચ્ચે છે. ચૂંટણી પંચે કોરોના વાયરસને ધ્યાનમાં રાખી પેટા ચૂંટણીમાં અનેક પ્રતિબંધ લગાવ્યા છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી