West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં ચાર કલાકમાં 37.27 ટકા મતદાન

નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર

પશ્ચિમ બંગાળની 30 વિધાનસભા બેઠક માટે કુલ 171 ઉમેદવારો મેદાનમાં

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન હાલ ચાલી રહ્યું છે. જેમાં બીજા તબક્કામાં સવારે 11 વાગે સુધીમાં કુલ 37. 27 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં પશ્ચિમ મિદનાપુરમાં સવારે 11 વાગે  સુધી 29.27 ટકા મતદાન નોંધાયું હતું. જો કે પશ્ચિમ બંગાળની 30 વિધાનસભા બેઠક માટે કુલ 171 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 19 મહિલા ઉમેદવારો છે. આજે લગભગ 75,94,549 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં આજે નંદીગ્રામમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર છે.

પશ્ચિમ બંગાળ અને આસામની 69 બેઠકો પર ગુરુવારે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. બંગાળની ચૂંટણીની સૌથી ચર્ચિત નંદીગ્રામ બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. આ બેઠક પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પૂર્વ મંત્રી શુભેંદુ અધિકારીઓ વચ્ચે જંગ છે. ચૂંટણી પ્રચાર શરૂ થયા પછીથી આ બેઠક પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

મમતા માટે આ બેઠક તેમના આત્મસન્માનની વાત છે, તો શુભેંદુ અધિકારીએ મમતાને 50 હજાર મતોથી હરાવવાનો દાવો કર્યો છે. શુભેંદુએ કહ્યું છે કે જો તેઓ મમતાને પરાજિત નહીં કરી શકે તો તેઓ રાજકારણ છોડી દેશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેઓ TMC છોડીને ભાજપમાં જોડાયા હતા. હાઈપ્રોફાઈલ બેઠક હોવાને કારણે નંદીગ્રામમાં હિંસાની સંભાવનાઓ પણ વધારે છે, તેથી અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

  • એક CAPF જવાન કમલ  ગાંગુલીએ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં મતદાન કેન્દ્ર પર ફાંસી લગાવી લીધી. જવાન ચૂંટણી ડ્યૂટીમાં તૈનાત હતો. તેણે પોલિંગ બૂથની અંદર જ આત્મહત્યા કરી. 
  • નંદીગ્રામમાં મત આપ્યા બાદ ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારીએ કહ્યું કે હું મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવાની અપીલ કરું છું. કારણ કે સમગ્ર દેશ નંદીગ્રામ તરફ જોઈ રહ્યો છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે વિકાસ કે તૃષ્ટિકરણનું રાજકારણ જીતશે.
  •  ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં મતદાન કર્યું. મતદાન બાદ તેમણે કહ્યું કે બંગાળમાં ખેલા નહીં વિકાસ થશે. 

બંગાળના 4 જિલ્લાની 30 બેઠકો માટે મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આજે બીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં 4 જિલ્લાની 30 બેઠકો પર 191 ઉમેદવારો મેદાનમાં છે જેમના ભાગ્યનો ફેસલો 75 લાખ મતદારો કરશે. 

બંગાળના આ જિલ્લાઓમાં મતદાન

પશ્ચિમ મેદિનીપુરની 9 બેઠકો, બાંકુડાની 8, દક્ષિણ 24 પરગણાની 4 અને પૂર્વ મેદિનીપુરની 9 બેઠક પર મતદાન થવાનું છે. અધિકારીઓએ જણાવ્યું કે ચૂંટણી પંચે તમામ 10,620 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરેલા છે અને કેન્દ્રીય દળોની લગભગ 651 કંપનીઓ તૈનાત કરાઈ છે. 

નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર ટકેલી છે. જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ તેમના જ પૂર્વ સહયોગી અને ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારી મેદાનમાં છે. 

 60 ,  4