બંગાળમાં છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો માટે મતદાન

માતુઆ મતદાર સમુદાય પર સૌની નજર, બીજી મેના રોજ પરિણામ

પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે 8 તબક્કાના મતદાનમાં પાંચ તબક્કા બાદ આજે 22મીએ 43 બેઠકો પર ગુરૂવાર સવારથી જ છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં ભાજપના દિગ્ગજ નેતા મુકુલ રોય સહિત 306 ઉમેદવારોની પરીક્ષા છે. આ સાથે જ સુરક્ષાની આકરી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને કેન્દ્રીય સુરક્ષા દળોની 1071 કંપનીઓ લગાવવામાં આવી છે.

નોંધનીય છે કે ટીએમસીએ કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનો પર આરોપો લગાવ્યાં છે. હજુ બે તબક્કાનું મતદાન બાકી છે. જે 27 અને 29 એપ્રિલના રોજ યોજાશે. ચૂંટણી પંચે વર્તમાન સ્થિતિમાં બાકીના તબક્કાનું મતદાન એકસાથે યોજવાનો ઇન્કાર કરતાં પૂરેપૂરા આઠ તબક્કામાં જ મતદાન યોજાશે.

ચૂંટણીના આ તબક્કામાં ભાજપ સહિત સૌ કોઈની નજર મતુઆ સમુદાય પર રહેલી છે જે નોર્થ 24 પરગણાની 17 અને નદિયાની 9 બેઠકોનું ટીએમસીનું ગણિત બગાડવાની રાજકિય ક્ષમતા ધરાવે છે. કહેવાય છે કે 26-27 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતુઆ સમાજના ધાર્મિક વડાના મંદિરની મુલાકાત માટે બાંગ્લાદેશ ગયા હતા.

જો કે તે વખતે બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષની ઉજવણીનો પ્રસંગ પણ હતો. બંગાળમાં આજે મતદાન શરૂ થતાં જ વહેલી સવારે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયે નોર્થ 24 પરગણા જિલ્લાના કાંચરાપાડા ખાતે બૂથ નંબર 141 પર મતદાન કર્યું હતું.

બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ અર્જુન સિંહે પણ નોર્થ 24 પરગણાના જગતદલ ખાતે બૂથ નંબર 144માં મતદાન કર્યું હતું.

ભાટપારાના ભાજપના ઉમેદવાર પવન સિંહ પણ તેમના સાથે ઉપસ્થિત રહ્યા હતા. ટીએમસી દ્વારા ફરી સત્તા મેળવવાના ભરસક પ્રયાસો થઇ રહ્યાં છે.

 43 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર