બંગાળમાં પાંચમા તબક્કાનું 45 બેઠક પર મતદાન, PM મોદીએ ભારે મતદાનની કરી અપીલ

બંગાળમાં આજે 45 બેઠક પર પાંચમા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો માટે 319 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 39 મહિલાનો સમાવેશ થાય છે. ચૂંટણી જલપાઇગુડી, કલિમ્પોંગ, દાર્જીલિંગ, ઉત્તર 24 પરગણા,નદિયા શહેર અને પૂર્વ બર્ધમાન જિલ્લામાં યોજાઈ છે.

45માંથી 13 બેઠક ઉત્તર બંગાળની છે. અહીં ભાજપ મજબૂત છે. માનવામાં આવે છે કે દક્ષિણ બંગાળમાં તૃણમૂલનો પ્રભાવ વધુ છે. આ ચૂંટણીમાં ગોરખાલેન્ડ આંદોલન, ચાના બગીચામાં કામ કરતા મજૂરોનું શોષણ અને વિકાસ જેવા મુદ્દાઓ કેન્દ્રમાં છે. આ તબક્કામાં સૌથી વધુ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ 45 બેઠક પર ભાજપને 2019ની લોકસભાની ચૂંટણીમાં ટીએમસી કરતાં વધારે મત મળ્યા હતા.

PM મોદીએ ભારે મતદાનની કરી અપીલ

બંગાળની ચૂંટણીમાં મતદાન વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ લોકોને ભારે મતદાનની અપીલ કરી છે.

બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને લઇને લોકોમાં ભારે ઉત્સાહ નજરે આવી રહ્યો છે. પોલિંગ બૂથની બહાર મતદારોની લાંબી લાઇનો લાગી છે.

 42 ,  1