અમદાવાદ Live : મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે મતદાન, અમિત શાહ આવે તે પહેલા ચુસ્ત બંદોબસ્ત

6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન, અમદાવાદમાં 8 ટકા મતદાન થયું

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કોરોના કાળમાં બીજી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્જેસાહ જોવા મળી રહ્માંયો છે. ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો જનતા જનાર્દન કરશે..મહાનગરપાલિકામાં સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જામશે.

અમદાવાદની એક બેઠક બિનહરીફ થતાં 6 મહાનગરોની કુલ 575 બેઠકો પર મતદાન થશે. આ માટે કુલ 2 હજાર, 276 ઉમેદવારો મેદાનમાં છે.  ઉલ્લેખનીય છે કે અમદાવાદના નારણપુરાની એક બેઠક ભાજપના ફાળે ગઈ છે, જેમાં  ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ ચૂંટાયા છે.

પક્ષ અનુસાર ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના 577 કૉંગ્રેસના 566, NCPના 91, આમ આદમી પાર્ટીના 470, અન્ય પક્ષના 353 અને 228 અપક્ષ ઉમેદવારો હરિફાઈમાં છે.

ચૂંટણી પંચે બહાર પાડેલી યાદી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાનાં 48 વોર્ડમાં યોજાનાર ચૂંટણી માટે 773 ઉમેદવારો હરીફાઈમાં છે..સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 30 વોર્ડની 120 બેઠકો માટે 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય ડો. કિરિટ સોલંકીએ મતદાન કર્યું હતું. મતદાન સમયે પ્રગતિનગર, નારણપુરા મતદાન કેન્દ્રમાં ગ્લોવ્ઝ અપાતા ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તે ઉપરાંત યુવાઓમાં મતદાનનો અનેરો ઉત્સાહ હોવાથી મતદાન કર્યા બાદ મતદાન કેન્દ્રની બહાર ઉભા રહીને મતદારો સેલ્ફી લઈ રહ્યાં છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સવારે કેટલીક સોસાયટીમાં મતદારોને ભાજપ દ્વારા ઘરે ઘરે મતદાનની સ્લીપ આપવામાં આવી હતી. જેમાં મતદાન મથક ખોટા હોવાથી મતદારો અકળાયા હતા. બાપુનગર વોર્ડમાં ભાગ 47માં અરવિંદપાર્ક, અરવિંદનગર સોસાયટીની આસપાસની સોસાયટીઓ આવે છે. જેમને મ્યુનિસિપલ સ્કૂલ નંબર 14-15માં મતદાન કરવાનું હોય છે પરંતુ મતદાનની સ્લીપમાં શ્રીજી વિદ્યાલય લખાઈને આવ્યું હતું. જેથી લોકો હેરાન થયા હતા.

ગૃહમંત્રી અમિત શાહ કરશે મતદાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા અમદાવાદ આવશે અને તે માટે નારણપુરા સબ ઝોનલ કચેરીએ ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.

સવારે 9 વાગ્યા સુધી ક્યાં કેટલું મતદાન 

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જામનગરમાં 9% જ્યારે ભાવનગર અને સુરતમાં 8 ટકા મતદાન

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મતદાન કર્યુ

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શાહપુર મીલ કમ્પાઉન્ડ સ્થિત વિશ્વભારતી સ્કૂલમાં મતદાન કર્યું હતું. 

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણી : લોકશાહીનું પર્વ ઉજવવા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો, પૂર્વ વિસ્તારમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા, વસ્ત્રાલમાં મતદાન માટે લાગી લાઈન

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણી : મહેસૂલ મંત્રી કૌશિક પટેલે થલતેજની યુટોપિયા શાળામાં કર્યુ મતદાન

સવારે 8 વાગ્યા સુધી કયા કેટલું મતદાન :

અમદાવાદમાં02%, સુરતમાં 03%, વડોદરામાં 1.5%, રાજકોટમાં 02%, ભાવનગમાં 1.5%, જામનગરમાં 01% મતદાન થયું

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર