દેશભરમાં આજે 11 એપ્રિલથી લોકતંત્રનો સૌથી મોટો પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019નાં પહેલા ચરણમાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાષિત પ્રદેશની 91 લોકસભા સીટો અને ચાર રાજ્યો ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, સિક્કિમની વિધાનસભાની બેઠક પર આજે સવારે 7 કલાકથી મતદાન શરૂ થઇ ગયું છે.
આરએસએસનાં વડા ડો. મોહન ભાગવત અને સુરેશ ભૈયાજીએ નાગપુરમાં એનએમસી ભૌજી દપતરી સ્કૂલમાં મતદાન કર્યું હતું. પોતાનો મત અધિરાર આપ્યા બાદ સંઘ પ્રમુખે અપીલ કરી હતી કે વોટિંગ આપણું કર્તવ્ય છે અને બધાએ મતદાન કરવું જોઈએ.
તો બીજી તરફ ભૈયાજી જોશીએ પણ દેશના દરેક મતદારોને પોતાનો મતઅધિકાર આપવાની અપીલ કરી હતી
75 , 3