વી.આર. ચૌધરી બન્યા એરફોર્સના નવા અધ્યક્ષ, રાફેલ ડીલ સાથે પણ જોડાયેલા હતા

30 સપ્ટેમ્બરે હાલના એરફોર્સના અધ્યક્ષ RKS ભદૌરિયા સેવા નિવૃત થશે.

એરફોર્સના નવા અધ્યક્ષ તરીકે વી.આર. ચૌધરીનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. વી.આર. ચૌધરી હાલમાં એરફોર્સના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ છે. 30 સપ્ટેમ્બરે હાલના એરફોર્સના અધ્યક્ષ RKS ભદૌરિયા સેવા નિવૃત થશે. તેમની જગ્યાએ વી.આર. ચૌધરી 30 સપ્ટેમ્બરથી એયર માર્શલ તરીકે ચાર્જ લેશે. રક્ષા મંત્રાલય તરફથી આ માહિતી જાહેર કરવામાં આવી છે.

વી.આર. ચૌધરી હાલમાં એરફોર્સના ઉપ પ્રમુખ છે. એરફોર્સના વર્તમાન પ્રમુખ 30 સપ્ટેમ્બરે નિવૃત થતા ચૌધરી તેમનો ચાર્જ લેશે. એયર માર્શલ વી.આર. ચૌધરીનું પુરૂ નામ વિવેક રામ ચૌધરી છે. તેઓ જૂન 2021માં એયર માર્શલ હરજીત સિંહ અરોડાના સેવા નિવૃતિ બાદ એરફોર્સના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ બન્યા હતા.

આ અગાઉ તેમણે ભારતીય એરફોર્સના વેસ્ટર્ન એયર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે સંવેદનશીલ વિસ્તારોમાં સામેલ એવા લદ્દાખ સેક્ટર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં ડ્યુટી કરી છે.

વી.આર. ચૌધરીને ડિસેમ્બર 1982માં ફાઇટર સ્ટ્રીમમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચૌધરી 3800 કલાક કરતા વધુ સમય ફાઇટર વિમાન ઉડાડવાનો અનુભવ ધરાવે છે. અલગ-અલગ પ્રકારના ફાઇટર વિમાનો અને ટ્રેનિંગ એરક્રાફ્ટ ઓપરેટ કરી શકે છે. ચીન સાથેની સરહદ પર મોટા ભાગે તેઓ ફરજ નિભાવી ચૂક્યા છે. એટલે ચૌધરી ચીન સાથેના તણાવને સારી રીતે સમજી શકે છે.

વી.આર. ચૌધરી રાફેલ પોગ્રામ સાથે જોડાયેલા હતા. તેઓ ફ્રાન્સમાં લડાકુ વિમાન પરિયોજનાની પ્રગતિની દેખરેખ કરનાર દ્વિપક્ષીય ઉચ્ચસ્તરીય ગ્રુપના ચેરમેન પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત એરફોર્સમાં વિવિધ પદો પર તેમને સેવા આપી છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી