વ્યારા : એક સાથે બે મિત્રોના ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા મૃતદેહ

હત્યા કે આત્મહત્યા…? પોલીસે હાથ ધરી તપાસ

વ્યારા તાલુકાના રૂપવાડા ગામે એક સનસની ઘટના સામે આવી છે. રાત્રે મિત્રના લગ્નમાં ગયેલા બે મિત્રોના મૃતદેહ સવારે લટકતા હાલતમાં મળી આવ્યા હતા. જો કે યુવકે આપઘાત કર્યો છે કે હત્યા થઇ છે તે અંગે કોઇ ખુલાસો થયો નથી. તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, બે યુવકો રાતે મિત્રના લગ્નમાં જવાનું કહી મોટરસાયકલ પર નીકળ્યા હતા.જે બે યુવકોની લાશ વ્યારા તાલુકાના કાજણ ગામના ગોવાળદેવના મંદિર પાછળ સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં સોમવારે સાંજે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં વ્યારા પોલીસ ઘટના સ્થળે જઈ ને બને લાશોનો કબ્જો લઈને વ્યારા પીએમ રૂમમાં મૂકી દેવાઈ હતી. આ અગમ્ય કારણસર મોતનો ગુનો નોંધી વધુ તપાસ વ્યારા પોલીસે હાથ ધરી હતી.

આ અંગે સૂત્રો પાસે થી પ્રાપ્ત વિગત મુજબ વ્યારા રૂપવાડા ગામના આંબલી ફળિયામાં અનિલભાઈ લાલજીભાઈ ચૌધરી (21) તેના પરિવાર સાથે રહે છે અને આજ ફળિયામાં જગદીશભાઈ રણજીતભાઈ ચૌધરી (22) તેના પરિવાર સાથે રહે છે. બે યુવકો મિત્રો છે અને વિવિધ સ્થળે છુટક કડીયા કામ કરી જીવન ગુજારે છે. ગત રવિવારે રાત્રે અનિલ અને જગદીશ તેમના ઘરેથી વ્યારાના કેળકુઈ ખાતે લગ્નમાં જવા બાઇક પર નીકળ્યા હતા. જે બાદ બીજા દિવસે પરત ઘરે ન આવ્યા હતા.

બીજી તરફ કાજણ ગામની સીમમાં આવેલા ગોવાળદેવ મંદિર પાછળ આવેલ એક સાગના ઝાડ સાથે બે અજાણ્યા યુવકોની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સ્થનિકોએ કાજણના સરપંચ કિરણભાઈને જાણ કરી હતી અને કિરણભાઈએ વ્યારા પોલીસ ને જાણ કરતા વ્યારા પોલીસ ઘટના સ્થળે આવી બંને લાશો નીચે ઉતારી તપાસ હાથ ધરતા આ યુવકો અનિલ ચૌધરી અને જગદીશ ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગેની જાણ થતાં જ પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ આ મામલે પોલીસે યુવકોના મોત પર વધુ તપાસ હાથ ધરી છે.

 65 ,  1