કોંગ્રેસ બાદ હવે ભાજપના ઢંઢેરા પર દેશ આખાની નજર…

લોકસભાની વર્તમાન ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસે સૌથી પહેલા ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં પાંચ મહત્વની યોજનાઓનો સમાવેશ થાય છે. ભાજપના અરુણ જેટલીએ જેની ભારે આલોચના કરીને એમ કહ્યું કે, કોંગ્રેસના વચનો ખતરનાક છે અને કોંગ્રેસ એક પણ વોટ માટે અધિકાર ધરાવતી નથી. કોંગ્રેસના ઢંઢેરા બાદ ભાજપના ઢંઢેરા પર મતદારોની નજર મંડાયેલી છે.

કોંગ્રેસની મહિને 6 હજારની યોજના સામે ભાજપ આવી કોઈ યોજના લાવે છે કે પછી કેવા કેવા વચનો આપે છે તેની પણ રાહ જોવામાં આવી રહી છે. ભાજપે ખેડૂતોને વર્ષે 6 હજારની યોજના જાહેર કરીને પ્રથમ હપ્તો ચૂકવી આપ્યી છે. બીજા બે હજાર ટૂંક સમયમાં મળે તેમ છે. જો કે મતદારો એવી તુલના કરી રહ્યા છે કે ભાજપે વર્ષે 6 હજાર જયારે કોંગ્રેસે મહિને 6 હજાર આપવાની વાત કરી છે તો બે માંથી કઈ યોજના સારી રહેશે?

ભાજપના ઢંઢેરામાં નયા ભારત ઉપર ભાર મુકીને ભ્રષ્ટાચાર, અને કોંગ્રેસ મુક્ત ભારત ઉપર ભાર મુકવામાં આવે તેમ છે. 150 શહેરોને સ્માર્ટસિટી બનાવવાનું કામ આગળ ધપાવવામાં આવશે એવું વચન પણ અપાશે.

વડાપ્રધાન નરેદ્ર મોદીએ 2014માં કોંગ્રેસને 70 વર્ષ આપ્યા અમને 60 મહિના આપ્યો એવી અપીલ કરી હતી. મતદારોએ 60 મહિના આપ્યા છતાં હજુ ભારત કેવું થયું તેનો ચિતાર આપીને વડાપ્રધાને એવી અપીલ કરી કે 70 વર્ષમાં જે થયું તેને દૂર કરવામાં 5 વર્ષ ઓછા પડે તેથી પ્રજા અમને ફરીથી 60 મહિના આપે. ભાજપના ઢંઢેરામાં આ તમામ બાબતોનો સમાવેશ થઇ શકે તેમ છે.

 31 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર