નાંદિડા ગામમાં મકાનની દીવાલ પડતા 3 બાળકોનાં મોત, 2 લોકો ઈજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદિડા ગામમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 5 લોકો દબાયા હતા. જેમાંથી 3 બાળકોના મોત નીપજ્યા છે. જ્યારે બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાટમાળ નીચેથી બાળકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતબાળકોમાં બે બાળકી અને એક બાળકનો સમાવેશ થાય છે. રાજ્યમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાગરા નાડીદા ગામે વરસાદ ભુલકાઓ માટે મોત બની આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે 1442 લોકોનું સ્થળાંતર કરાયું છે. હાંસોટ માં 952, આમોદમાં 241 અને જંબુસરમાં 250 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી