Video: રિતિક-ટાઇગરની ધમાકેદાર એક્શન સાથે WAR ફિલ્મનું ટિઝર થયું રિલીઝ

રિતિક રોશન અને ટાઈગર શ્રોફની મચઅવેટેડ ફિલ્મ વોરનું ટિઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટાઈટલ લાંબા સમય સુધી સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું. પરંતુ મેકર્સે ઓફિશિયલી ટાઈટલ, ફર્સ્ટ પોસ્ટર અને ટીઝર રિલીઝ કર્યું છે.

ફક્ત 52 સેકેન્ડનાં આ ટિઝરમાં બંને જ હીરો પાવર પેક એક્શન સાથે નજર આવે છે. ફિલ્મનાં નામની જેમ જ ટીઝરમાં પણ બંને વચ્ચે જાણે યુદ્ધ છેડાયેલું હોય તેમ જોવા મળી રહ્યું છે. બંને એખબીજાનાં લોહીનાં તરસ્યા લાગે છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થશે.

ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ફિલ્મની રિલીઝ ડેટ સાથે જોડાયેલી જાણકારી શેર કરી છે. હોલિડે પર રિલીઝ થઈ રહેલી ટાઈગર અને રિતિકની આ ફિલ્મને 5 દિવસનો એક્સટેન્ડેંડ ઓપનિંગ વીકેન્ડ મળશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આદિત્ય ચોપરા આ વાતને લઇને સ્પષ્ટ છે કે ઓફિશિયલી કોઇ અનાઉન્સમેન્ટ કરતા પહેલાં ફિલ્મ અંગે કંઇ જ બહાર ન આવે. પરિયોજનાની ગોપનીયતા બની રહે તે માટે એક ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ પાછળનું ખાસ કારણ ફિલ્મ માટેની ઉત્સુકતા બની રહે તેમ છે.

એક ફિલ્મમાં બંને સ્ટાર સાથે જોવા મળશે તે તેમની ફેન્સ માટે એક્સાઈટમેન્ટને વધારશે. 53 સેકેન્ડનું ટિઝર દરેક ફ્રેમ માટે જબરદસ્ત છે. ટિઝરમાં રિતિક અને ટાઈગર વચ્ચે વોર જોવા મળે છે. પાવરફુલ એક્શન સીન્સ, ખતરનાક સ્ટંટ, ખૂબસૂરત લોકેશનથી ભરેલું આ ટિઝર ફેન્સની ઉત્તેજના વધારી રહ્યું છે. મૂવીમાં રિતિક અને ટાઈગર ઉપરાંત વાણી કપૂર પણ મુખ્ય રોલમાં છે.

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી