યુપીમાં વેક્સિન લીધા બાદ વોર્ડ બોયનું મોત! પરિવારનો આરોપ-રસી લગાવવાથી થયું મોત

 રસીની આડઅસરના લીધે મોત નિપજ્યું હોવાનો પરિવારજનોનો દાવો

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં વેક્સિનને લઈ મોટો વિવાદ થઈ ગયો છે. 46 વર્ષીય સ્વાસ્થ્ય કર્મીનું મોત થયું હતું. જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોય મહિપાલ સિંહે 16 જાન્યુઆરીએ કોરોનાની રસી લીધી હતી. પરિવારનો આરોપ છે કે, રસી લીધા બાદ તેની તબિયત બગડી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.

પરિવારના આરોપ મુજબ, રસી લગાવતાં પહેલાં તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી નહોતી. મુરાદાબાદના ચીફ મેડિકલ ઓફિસર એસસી ગર્ગના કહેવા મુજબ, મહિપાલને માથામાં દુખાવો તથા શ્વાસ લેવામાં પરેશાની થતી હતી, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

મહિપાલ સિંહના પરિવારનો આરોપ છે કે કોરોના રસી લગાવ્યા બાદ તેમની તબિયત બગડી ગઇ છે. ત્યારબાદ તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તેમણે દમ તોડી દીધો. પરિવારે કહ્યું કે તે ક્યારેય કોવિડ-19થી સંક્રમિત થયા ન હતા અને રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ શનિવારે રસી લગાવવામાં આવી હતી. 

મીડિયા રિપોર્ટ મુજબ, હોસ્પિટલના સીએમઓના હવાલેથી કહ્યું કે ‘વોર્ડ બોય મહિપાલને શનિવારે લગભગ 12 વાગે કોવિશિલ્ડ વેક્સીન આપવામાં આવી હતી. એક દિવસ પછી રવિવારે તેમને છાતીમાં દુખાવા સાથે શ્વાસ ફૂલવાની સમસ્યા થઇ. તેમણે આગળ કહ્યું કે ‘રસી લગાવ્યા પછી વોર્ડ બોયએ નાઇટ શિફ્ટમાં કામ કર્યું હતું અને અમને લાગે છે કે રસીની આડસસરના લીધે તેનું મોત નિપજ્યું છે. અમે મોતનું સાચું કારણ જાણ્યા પછી તપાસ કરી રહ્યા છીએ.

વોર્ડ બોયનું મોત હાર્ટ એટેલથી થયુ- સીએમઓ

મુરાદાબાદમાં કોરોની રસી લગાવ્યા બાદ હોસ્પિટલમાં વોર્ડ બોયનું મોત થયું હતુ. પરિવારે આરોપ લગાવ્યો હતો કે રસી લગાવ્યા બાદ તેની તબિયત ખરાબ થઈ હતી. જે બાદ તેનું મોત થયુ હતુ. પરંતુ સમાચાર મળ્યા છે કે મહિપાલ નામના વોર્ડ બોયનું મોત હાર્ટ એટેલથી થયુ હતુ. 3 ડોક્ટરોની પેનલે મહિપાલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યુ હતુ. 16 જાન્યુઆરીએ તેને કોવિશીલ્ડ રસી આપવામાં આવી હતી અને બીજા દિવસે 17 જાન્યુઆરીએ તેનું અચાનક મોત થયું હતુ.

દેશભરમાં 2.24 લાખ લોકોને લગાવી રસી

કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું કે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના બે દિવસ દરમિયાન દેશમાં 2.24 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડ 19ની રસી લગાવવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના વધારાના સચિવ મનોહર અગનાનીએ કહ્યું કે 2,07,229 લાભાર્થીઓને શનિવારે રસી લગાવવામાં આવી, જોકે કોઇ દેશમાં એક દિવસમાં રસીકરણની સૌથી મોટી સંખ્યા છે. તેમણે કહ્યું કે રવિવાર હોવાથી ફક્ત છ રાજ્યોને કોરોના વાયરસ રસીકરણ અભિયાન ચલાવ્યું અને 553 સત્રોના કુલ 17,072 લાભાર્થીઓને રસી લગાવવામાં આવી.

 93 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર