મહિલાઓને ચેતવણી, 5 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં કૃપા કરી જશો નહીં…

આ ચેતવણી ભાજપના એક મહિલા નેતાએ આપી, યુપી પોલીસ પર ભરોસો નઈ કે….?

ઉત્તર પ્રદેશમાં આગામી 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિપક્ષ સહિતના પક્ષો મહિલા સુરક્ષાના મુદ્દે યોગી સરકારને ઘેરી રહી છે ત્યાં બીજી બાજુ હવે ખુદ સત્તા પક્ષના ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પોતાની સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેબી રાની મૌર્યએ વારાણસી ખાતે એક કાર્યક્રમ દરમિયાન મહિલાઓને સાંજે 5:00 વાગ્યા બાદ પોલીસ સ્ટેશન ન જશો તેમ કહ્યું હતું.

બેબી રાની મૌર્યએ કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં મહિલા અધિકારી અને સબ ઈન્સ્પેક્ટર જરૂર બેસે છે પરંતુ હું એક વાત જરૂર કહીશ કે, 5:00 વાગ્યા બાદ અને અંધારૂ થયા બાદ પોલીસ સ્ટેશન કદી ન જતા. પછી બીજા દિવસે સવારે જવું અથવા તો બહું જરૂરી હોય તો સાથે પોતાના ભાઈ, પતિ કે પિતાને લઈને જ જવું.

આટલેથી જ ન અટકતાં તેમણે ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને ખાતર ન મળવાની વાત એક ઉદાહરણ આપીને કહી નાખી હતી. તેમણે કહ્યું કે, અધિકારી બધાને ગુમરાહ કરી રહ્યા છે. મને તાજેતરમાં જ આગ્રા ખાતેથી એક ભાઈનો ફોન આવ્યો હતો. તેમને ખાતર નહોતું મળી રહ્યું. મેં કહ્યું તો તેમને ખાતર મળી ગયું. પરંતુ આજે અધિકારીએ ના પાડી દીધી કે હું નહીં આપું. નીચલા સ્તરે આ પ્રકારની બદમાશી થાય છે. તમારે લોકોએ તે ધ્યાનમાં લેવાની જરૂર છે. જો કોઈ પણ અધિકારી બદમાશી કરી રહ્યો હોય તો ડીએમને તેની ફરિયાદ કરો. વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લખીને આપો.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી