ઈસ્લામ છોડીને હિન્દુ બન્યા વસીમ રિઝવી…

સનાતન ધર્મ અપનાવ્યા બાદ બોલ્યા – ઇસ્લામને હું ધર્મ નથી સમજતો…

શિયા વક્ફ બોર્ડ (Shia Waqf Board)ના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી આજે ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ બની ગયા. કુરાનોની આયાતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપનારા વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ સ્વીકારી લીધો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસના દેવી મંદિર શિવ શક્તિ ધામના મહંત યતિ નરસિંહાનંદ ગિરિ મહારાજે વસીમ રિઝવીને સનાતન ધર્મ ગ્રહણ કરાવ્યો. 

શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી આજે ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ બની ગયા. કુરાનોની આયાતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપનારા વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ સ્વીકારી લીધો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસના દેવી મંદિર શિવ શક્તિ ધામના મહંત યતિ નરસિંહાનંદ ગિરિ મહારાજે વસીમ રિઝવીને સનાતન ધર્મ ગ્રહણ કરાવ્યો. 

તેમણે કહ્યું કે, ધર્મ પરિવર્તનની અહીં કોઇ વાત જ નછી. જ્યારે મને ઇસ્લામમાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારે હવે મારી મરજી છે કે હું કયો ધર્મ સ્વિકાર કરું છું. સનાતન ધર્મ જ દુનિયાનો સૌથી પહેલો ધર્મ છે. ઇસ્લામને હું ધર્મ નથી સમજતો.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ વસીમ રિઝવીએ એક વીડિયો પણ બહાર પાડ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યુ છે. કટ્ટરપંથીઓ તેમનું ગળું કાપવા માંગે છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં કુરાનની 26 આયાતો વિરુદ્ધ અરજી દાખલ કરી છે. આથી આવું થઈ રહ્યું છે. તેમને મારવાની જાહેરાત કરાઈ છે. તેઓ કહે છે કે કબ્રસ્તાનમાં તેમને દફનાવવા માટે જગ્યા નહીં આપે. આથી તેમણે કહ્યું કે મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમની ચિતાને આગ મહંત યતિ નરસિંહાનંદ ગિરિ મહારાજ જ આપે. 

વસીમ રિઝવી ઘણા સમયથી કટ્ટરપંથીઓના નિશાને છે. તેઓ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ખુલીને અવાજ ઉઠાવે છે. તેમને અનેકવાર મારી નાખવાની ધમકીઓ મળેલી છે. 

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી