અમદાવાદને હેલિકોપ્ટરમાં બેસીને આકાશમાંથી નિહાળો…

આકાશમાંથી ‘સ્માર્ટસિટી’ અમદાવાદના કરો ‘દર્શન‘, જાણો કેટલો ચૂકવવો પડશે ચાર્જ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે જેને પગલે સત્તામાં ફરીથી બેસવા માટે સી-પ્લેન પછી હવે હેલિકોપ્ટર સેવા સહિત અલગ-અલગ કરોડાના ખર્ચે પ્રોજેક્ટ લાવી રહી છે. નવા વર્ષ 2022થી એટલે કે આગામી 1 જાન્યુઆરીથી એરો ટ્રાન્સ કંપની અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવાની શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હેલિકોપ્ટરમાં અમદાવાદ દર્શન માટે 3 હજારથી 5 હજાર રૂપિયાનું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 10 મિનિટના 2 હજાર અને 20 મિનિટ માટે 4 હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જોકે હવે લોકોના મનમાં સવાલ એ સર્જાઈ રહ્યો છે કે, શું અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા ચાલશે કે સી પ્લેન વાળી થશે?

નોંધનીય છે કે. અમદાવાદ રિવરફ્રન્ટ પર દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે કાંઈકને કાંઈક નવું આકર્ષણ કરવામાં આવે છે. જેમાં ગત વર્ષે જ 31 ઓક્ટોબર 2020માં પ્રધાનમંત્રી મોદીએ રિવરફ્રન્ટથી કોવડિયા સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરી હતી. જે છેલ્લા સમયથી બંધ હાલતમાં છે. અને હજુ પણ ક્યારે શરૂ થશે તે કોઈ નથી જાણતું. તેવામાં હવે સી-પ્લેન વાળી જગ્યા પરથી જ હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે. પરિણામે અમદાવાદના લોકો અને પર્યટકો સ્માર્ટ સિટીના આકાશમાંથી દર્શન કરી શકો તે હેતુંથી પહેલી જાન્યુઆરીથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે. રિવરફ્રન્ટ પર હેલિપેટ પણ તૈયાર થઈ ચૂક્યું છે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી