September 23, 2020
September 23, 2020

શાકભાજી વેચતી મહિલાએ તંત્રના અધિકારીઓને અંગ્રેજીમાં શું કહ્યું જુઓ વીડિયો

કોરોનાકાળમાં લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેનો એક વીડિયો સોસીયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શાકભાજી વેચતી મહિલા તંત્રના અધિકારીઓને અંગ્રેજીમાં જ સણસણતો જવાબ આપે છે. આ મહિલા તંત્રની કાર્યવાહીનો વિરોધ કરી રહી હતી.ઈન્દોરમાં એક શાકભાજી વિક્રેતા ડૉ,રાયસા અંસારીએ શાકભાજીની લારીઓ હટાવવા મામલે નિગમના અધિકારીઓનો વિરોધ કર્યો છે.

અંગ્રેજીમાં તેમણે અધિકારીઓ પર આરોપ લગાવ્યા કે તે શાકભાજી વેચતા લોકોને પરેશાન કરે છે. આ મહિલાએ દાવો કર્યો હતો કે તેણે ઈંદોરની દેવી અહલ્યા યુનિવર્સિટીમાંથી પીએચડી કરી છે.માલવા મિલ ચાર રસ્તા પર ડૉ. રઇસાએ તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા. વાયરલ વીડિયોમાં તેમણે કહ્યું કે અમે લોકો શું કરીએ ? શું વડાપ્રધાન અથવા કલેક્ટરના ઘરે જઈને મરી જઈએ ?

તેમણે કહ્યું કે ‘અમે અહીં 65 વર્ષથી ફળ અને શાકભાજીનો ધંધો કરી રહ્યા છીએ. અચાનક આવીને કોઈ પણ અમને ભગાવી દે છે. વારંવાર કહે છે કે અહિયાંથી જાઓ. દરેક ફળ અને શાકભાજીના પરિવારમાં 25 થી 27 લોકો છે, તેમને કેવી રીતે ખવડાવવું? ઘણા દિવસોથી પાણી પીને સુઈ જઈએ છે, કોઈ આવક થઈ રહી નથી. શુ કરીએ ?તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કોઈ સારી નોકરી કેમ નથી કરતા તો તેમણે કહ્યું કે ‘ પહેલો સવાલ છે કે કોણ કામ આપશે. મુસ્લિમોમાંથી કોરોના ઉત્પન્ન થયા છે તે ધારણા બની ગઈ છે કારણ કે મારું નામ રાયસા અંસારી છે.’

 39 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર