શ્રીનગરનાં લાલચોકમાં ત્રિરંગો લહેરાવીશુંઃ અમિત શાહનો હુંકાર

કાશ્મીરમાં સોમવારે બકરીઈદની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં પ્રદર્શન અને પથ્થરમારાની અમુક ઘટનાઓ થઈ હતી. જોકે કર્ફ્યું જેવી સ્થિતિના કારણે અહીં તહેવારની રોનક જોવા નહતી મળી.

ગૃહમંત્રાલયે કહ્યું કે, અહીંની બારામૂલા જામા મસ્જિદમાં 10 હજાર લોકો પહોંચ્યા હતા. હવે 15 ઓગસ્ટનું આયોજન સેના માટે પડાકર છે. માનવામાં આવે છે કે, ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવા માંગે છે. તેમની આ વિશે અજીત ડોભાલ સાથે બેઠક પણ થઈ છે. જોકે આ વિશે સ્થાનિક ઓફિસર્સનું માનવું છે કે, આ 15 ઓગસ્ટે અમિત શાહે અહીં ન આવવું જોઈએ.

દર 15 ઓગસ્ટે ચર્ચામાં રહેતો કાશ્મીરનો લાલ ચોક હાલ ખાલી-ખાલી પડ્યો છે. કર્ફ્યુના કારણે આજુ-બાજુના બજારો પણ શરૂ થયા નથી. આ સંવેદનશીલ વિસ્તારમાં 24 કલાક જવાનોને તહેનાત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. 500 મીટરના અંતરથી જ સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે. આ સુરક્ષા વ્યવસથાને પાર કરવી અને અહીંની તસવીર લેવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આમ તો દર 15 ઓગસ્ટે લાલ ચોક પર કડક સુરક્ષા રાખવામાં આવે છે પરંતુ જો આ 15 ઓગસ્ટે અમિત શાહ અહીં ત્રિરંગો લહેરાવા આવશે તો અહીં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવી પડશે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી