કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારોને 50 હજાર આપીશું: દિલ્હી CM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

દેશમાં કોરોના મહામારીના પગલે ઘણા લોકોના કોરોના કારણે મોત થયા છે. આ સ્થિતિ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતાં કહ્યું કે, જે લોકોનું મોત કોરોનાથી થયું હશે તેના પરિવારજનોને દિલ્હી સરકાર તરફથી 50000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આર્થિક સહાયની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, જે પરિવારમાં લોકોના મોત થયા છે તેના ઘરે સરકાર તરફથી કર્મચારી જશે અને આ રકમ આપશે.

મુખ્યમંત્રી કેજરીવાલે આ દરમ્યાન બીજી બે મોટી જાહેરાત પણ કરી છે તેમણે કહ્યું કે, જે બાળકોના માતા -પિતાના મોત કોરોના કારણે થયા છે તેમને 25 વર્ષ થવા સુધી દર મહિને અઢી હજાર રૂપિયા દિલ્હી સરકાર તરફથી આપવામાં આવશે.

આ દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ બાળકના માતા અથવા પિતાનું મોત પહેલા જ થઈ ગયું હોય અને કોરોના દરમિયાન બાળકે તેમને પણ ગુમાવી દીધા હોય તો તેવા બાળકને પણ 25 વર્ષ થવા સુધી અઢી હજાર રૂપિયા દર મહિને મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનામાં એવા લોકોના પણ મોત થયા છે જે કમાઈને પોતાના પરિવારનું ઘર ચલાવતા હતા એવા લોકોને પણ દર મહિને કેટલીક રકમ આપવામાં આવશે. જોકે તેમણે એ ન કહ્યું કે, એવા લોકોના પરિવારને કેટલી રકમ આપવામાં આવશે.

 69 ,  1