September 18, 2021
September 18, 2021

રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન, 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગરમી અને ઉકળાટથી બફારા બાદ શનિવારે મેઘરાજાની મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા રાજ્યમાં સારો વરસાદ લાવી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. તો શનિવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 17 જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાતમાં દાહોદ, લીમખેડા, ફતેપુરા, સંજેલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગોંડલ, ભાવનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો. મધ્ય ગુજરાતના ઝાલોદ અને દાહોદ પંથકમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી છાપટાં પડ્યાં હતાં.

વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરોમાં ગરમીનો પારો 39થી 41 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. જેને કારણે વાતાવરણમાં ગરમીની સાથે અસહ્ય બફારાથી લોકો પરેશાન થઇ ગયા હતા. જો કે, આગામી બે દિવસમાં અમદાવાદ સહિત રાજ્યનાં વાતાવરણમાં પલટો આવવાની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની પધરામણી થવાનાં સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે.

 27 ,  1