September 27, 2020
September 27, 2020

અમિત શાહની ફરી તબિયત લથડી, મોડી રાત્રે AIIMSમાં દાખલ કરાયા

શ્વાસ લેવામાં તકલીફ થતા અમિત શાહને સારવાર હેઠળ ખસેડાયા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તબિયત લથડતાં તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શાહની તબિયત બગડતાં શનિવારે રાત્રે 11 વાગ્યે તેમને એઈમ્સમાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.

થોડાક દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જો કે સારવારના લીધે કોરોના નેગેટિવ આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધા હતા. તો હવે અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જોકે 18 ઓગસ્ટે તેમને થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદ પર દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ 31 ઓગસ્ટે સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે તેમને શ્વાસ લેવામાં તકલીય થયા બાદ ફરી એકવાર શનિવાર રાત્રે 11 વાગ્યે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર