અજબ પ્યાર કી ગજબ કહાનીઃ ચાંદ ચુરા કે લાયા હું ચલ બૈઠે માલગાડી કે નીચે….

રેલવે મંત્રાલય પોતાના ટ્વિટર હેન્ડલ પર રેલવે સાથે જોડાયેલી જાણકારીઓ શેર કરતુ રહે છે. પોતાના કામ વિશે જણાવે છે. ઘણી વખત લોકોને જાગૃતિ પણ આપે છે. 27 ઓગસ્ટ 2019 રેલવેએ એક ટ્વીટ કર્યું હતું.જેમાં તસ્વીરની સાથે તેમાં લખ્યું-

આ ખતરનાક છે અને દંડપાત્ર અપરાધ પણ છે. કૃપા કરીને કોઈ પણ ઉભેલી બોગી અથવા કોચની નીચે જવાનો પ્રયત્ન ન કરો. તે વગર કોઈ ચેતાવણીએ આગળ વધી શકે છે. રેલવે ટ્રેક ફક્ત એજ જગ્યા પરથી ક્રોસ કરો જે માન્ય છે. એલર્ટ રહો અને સુરક્ષિત રહો.’

આ ટ્વીટની સાથે રેલવેએ જે તસ્વીરનો ઉપયોગ કર્યો છે તેને જોઈ શકાય છે કે ટ્રેક પર માલગાડી ઉભી છે અને તેની નીચે એક કપલ બેઠુ છે રેલવેના આ ટ્વીટ પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી. અમુક લોકોએ કમેન્ટ્સ પણ કર્યા છે.

રેલવેએ લોકોની સેફ્ટીની વાત કહેવા માટે આ તસ્વીર પોસ્ટ કરી પરંતુ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જોકે અમુક લોકોએ રેલવેના ટ્વીટના વખાણ પણ કર્યા કારણ કે આ ટ્વીટ લોકોની સુરક્ષા સાથે જોડાયેલી છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી