હિન્દી સાહિત્યના મશહૂર લેખિકા મન્નૂ ભંડારીનું 90 વર્ષની વયે નિધન

‘આપકા બંટી’ અને ‘મહાભોજ’ જેવી લોકપ્રિય રચનાથી મળી ખ્યાતિ

હિન્દીના જાણીતા લેખક અને કથાકાર લેખક મન્નુ ભંડારીનું આજે 90 વર્ષની વયે નિધન થયું છે. પોતાના લખાણથી પુરુષવાદી સમાજ પર ઠેસ પહોંચાડનાર મન્નુ ભંડારીનું નિધન કેવી રીતે થયું તેની માહિતી હજુ સામે આવી નથી પરંતુ સોશિયલ મીડિયા પર 90 વર્ષીય લેખકના અવસાન પર શ્રદ્ધાંજલિ પાઠવતા લોકોનું પૂર જોવા મળી રહ્યો છે.

મન્નુ ભંડારીએ હિન્દી સાહિત્યને ઘણી મહાન વાર્તાઓ અને નવલકથાઓ આપી. બાસુ ચેટર્જીએ પણ 1974માં તેમની લખેલી વાર્તા ‘યહી સચ હૈ’પર આધારિત ફિલ્મ ‘રજનીગંધા’ બનાવી હતી. ‘આપકા બંટી તેમની ખૂબ જ પ્રખ્યાત કૃતિઓમાંની એક છે. 3 એપ્રિલ 1931ના રોજ મધ્યપ્રદેશના મંદસૌરમાં જન્મેલા મન્નુ ભંડારી જાણીતા સાહિત્યકાર રાજેન્દ્ર યાદવના પત્ની હતા.

મન્નુ ભંડારીનું બાળપણનું નામ મહેન્દ્ર કુમારી હતું, પરંતુ તેમણે લખવા માટે મન્નુ નામ પસંદ કર્યું હતું. મન્નુ નામ પસંદ કરવાનું કારણ એ હતું કે બાળપણમાં બધા તેમને આ નામથી બોલાવતા હતા અને તે જીવનભર મન્નુ ભંડારી તરીકે પ્રખ્યાત રહ્યા હતા. તેમણે દિલ્હીની પ્રતિષ્ઠિત મિરાન્ડા હાઉસ કોલેજમાં લાંબા સમય સુધી ભણાવતા હતા.

મન્નુ ભંડારીએ વાર્તાકાર તરીકે સાહિત્યમાં મહત્વનું યોગદાન આપ્યું છે. મન્નુ ભંડારીને ‘આપકા બંટી’ માંથી સૌથી વધુ ખ્યાતિ મળી હતી. તે પ્રેમ, લગ્ન, છૂટાછેડા અને વૈવાહિક સંબંધોના ભંગાણની વાર્તા કહે છે. હિન્દી સાહિત્યમાં તે એક સીમાચિહ્ન માનવામાં આવે છે. તેણે ‘સ્ટ્રીમ ઓફ ટાઇમ’ નામની ફિલ્મ પણ બનાવી હતી. આ પુસ્તકનું ભાષાંતર બંગાળી, અંગ્રેજી અને ફ્રેન્ચમાં કરવામાં આવ્યું હતું.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી