મમતાએ સુરક્ષાની ખાતરી આપતા હડતાળનો અંત, દરેક હોસ્પિટલમાં પોલીસ તહેનાત રહેશે

પશ્ચિમ બંગાળમાં હિંસાના વિરોધમાં હડતાળ પર ઉતરેલાં ડોક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચે ગતિરોધ ખતમ થતો જોવા મળી રહ્યો છે. ડોક્ટરો સાથેની વાતચીત બાદ મમતા બેનર્જીએ કોલકાતા પોલીસ કમિશનરને દરેક હોસ્પિટલમાં એક નોડલ પોલીસ ઓફિસરની તહેનાતી કરવા આદેશ આપ્યો છે.

ડોકટર્સે સીએમને કહ્યું હતું કે અમને કામ કરતાં સમયે ડર લાગે છે. જે અંગે મમતાએ ડોકટર્સની સુરક્ષાનો વિશ્વા અપાવ્યો અને કહ્યું કે દરેક હોસ્પિટલમાં પોલીસ ઓફિસર તહેનાત રહેશે. 10 જૂને કોલકાતાની એનઆરએસ હોસ્પિટલમાં ડોકટર્સની સાથે મારપીટ થઈ હતી, આ ઘટનાના વિરોધમાં 11 જૂનથી રાજ્યભરના ડોકટર્સ હડતાળ પર હતા.

ઉલ્લેખનીય છે કે, એનઆરએસ એક અઠવાડિયા પહેલા એક દર્દીના કથિત મૃત્યુ પછી દર્દીના પરિજનોએ ડોક્ટરો પર આરોપ લગાવતા મારામારી કરી હતી. જેમાં કેટલાક જુનિયર ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. ત્યાર પછી જુનિયર ડોક્ટરો પુરતી સુરક્ષાની માગ સાથે એક અઠવાડિયાથી હડતાળ પર ઉતરેલા છે. મારામારીની આ ઘટનામાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી