નંદીગ્રામમાં શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, મીડિયાની ગાડીઓમાં પણ તોડફોડ

હુમલા બાદ શુવેન્દુ અધિકારીએ કહ્યું- આ પાકિસ્તાનીઓનું કામ છે

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને વિધાનસભાની 30 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો થયો. મળતી માહિતી મુજબ શુવેન્દુ અધિકારીના કાફલા પર પથ્થરમારો થયો જેનાથી કાફલામાં રહેલી અનેક ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. પશ્ચિમ બંગાળના નંદીગ્રામના કમાલપુરમાં બૂથ સંખ્યા 170ની પાસે મીડિયાકર્મીઓના વાહનો પર હુમલો થયો. 

શુવેન્દુ અધિકારીએ લગાવ્યા ગંભીર આરોપ

હુમલા બાદ ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં જંગલરાજનો આરોપ લગાવતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ બાંગ્લાદેશના નારા લગાવીને જીત મેળવવા માંગે છે. તેમણે કહ્યું કે ‘આ પાકિસ્તાનીઓનું કામ છે, ‘જય બાંગલા’ બાંગ્લાદેશનો નારો છે. તે બૂથ પર એક વિશેષ સમુદાયના મતદારો છે જે આમ કરી રહ્યા છે.’

બંગાળના 4 જિલ્લાની 30 બેઠકો માટે મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આજે બીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં 4 જિલ્લાની 30 બેઠકો પર 191 ઉમેદવારો મેદાનમાં છે જેમના ભાગ્યનો ફેસલો 75 લાખ મતદારો કરશે. 

 ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બપોરે 1:30 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 58.15% અને આસામમાં 48.26% મતદાન નોંધાયું છે. આ દરમિયાન નંદીગ્રામના કમલપુર નજીક ભાજપના ઉમેદવાદ શુભેંદુ અધિકારીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં મીડિયાના વાહનોને પણ નુકશાન પહોંચ્યું છે. શુભેંદુએ આરોપ લગાવ્યા છે કે આ પાકિસ્તાનીઓનું કામ છે. જય બાંગ્લા બાંગ્લાદેશનો નારો છે. આ દરમિયાન, પશ્ચિમ મેદિનીપુરના કેશપુરમાં બૂથ નંબર 173 પર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર ભાજપના પોલિંગ એજન્ટને માર મારવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પોલિંગ એજન્ટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

 64 ,  1