CM મમતાના નારા પર PM મોદીનો પલટવાર- દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે

ડબલ એન્જિનની સરકારથી થશે વિકાસ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે તાબડતોબ રેલીઓનો દોર શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં જનસભા સંબોધી. પુરુલિયામાં તેમણે મમતા બેનર્જી પર તેમના જ અંદાજમાં પલટવાર કર્યો. તેમણે કહ્યું દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે, સોનાર બાંગ્લા હોબે. આ દરમિયાન તેમણે મમતા બેનર્જીની ઈજાને લઈને પણ કહ્યું કે તેમની ઈજાને અમને પણ ચિંતા છે અને ઈશ્વરને કામના કરીએ છીએ કે તેઓ જલદી સ્વસ્થ થાય. 

પીએમ નરેન્દ્ર મોદીએ રેલીનું સંબોધન બાંગ્લામાં શરૂ કર્યું અને પાણીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ટીએમસી પર નિશાન સાધતા કહ્યું કે પુરુલિયાને જળ સંકટથી ભર્યું જીવન અને પલાયન આપ્યું છે. ટીએમસી સરકારે પુરુલિયાને દેશના સૌથી પછાત વિસ્તાર તરીકે ઓળખ અપાવી છે. પુરુલિયાની ધરતી ભગવાન રામ અને માતા સીતાના વનવાસનું પણ સાક્ષી છે. અહીં અજુધ્યા પર્વત છે, સીતા કુંડ છે, અને અજુધ્યા નામથી ગ્રામ પંચાયત છે. કહે છે કે જ્યારે માતા સીતાને તરસ લાગી હતી ત્યારે રામજીએ જમીન પર બાણ છોડીને પાણીની ધારા કાઢી હતી. આજે પુરુલિયામાં પાણીનું સંકટ મોટી સમસ્યા છે. અહીંના ખેડૂતો, આદિવાસી-વનવાસી  ભાઈ બહેનોને એટલું પાણી પણ નથી મળતું કે તેઓ ખેતી કરી શકે. મહિલાઓ પાણી માટે ખુબ દૂર જવું પડે છે. 

પીએમએ કહ્યું રામે સીતાની તરસ છીપાવવા જમીનમાં તીર મારી પાણી કાઢ્યું. પરંતુ અહીં સિંચાઈની સ્થિતિ ખરાબ છે. રાજ્યમાં મમતા સરકારે વિકાસ નથી કર્યો અને પોતાના જ ખેલમાં લાગી છે. જાણો મોદીએ શું કહ્યું.  આ ધરતી રામ-સીતાના વનવાસની સાક્ષી છે.  અજુદ્યા પર્વત, સીતા કુંડ  અને અજુદ્યા નામની ગ્રામ પંચાયત છે. જ્યારે સીતાને તરસ લાગી તો રામે તરસ છીપાવવા જમીનમાં તીર મારી પાણી કાઢ્યું હતી. 

વધુમાં વડાપ્રધાને કહ્યું હતું કે, આજે પુરુલિયામાં પાણીનું સંકટ બહું મોટી સમસ્યા છે.  અહીંના લોકોને પાણી નથી મળતું એટલે તેઓ યોગ્ય ખેતી પણ નથી કરી શકતા મહિલાઓને પાણી માટે દૂર જવું પડે છે.  ટીએમસી સરકાર ફક્ત પોતાના ખેલમાં લાગી છે . આ લોકોને પુરોલિયાને જળ સંકટ, પલાયન અને ભેદભાવ ભર્યુ શાસન આપ્યું છે. આ લોકોએ આની ઓળખ દેશના સૌથી પછાત વિસ્તારમાં કરી છે. પરંતુ ભાજપ સરકાર બન્યા બાદ આ સમસ્યાઓને ઓછી કરશે.  જ્યારે બંગાળમાં ડબલ એન્જિનની સરકાર બનશે તો અહીં વિકાસ પણ થશે અને તમારુ જીવન સરળ બનશે.

ભાજપની સરકાર બનશે તો દૂર થશે જળસંકટ

પીએમ મોદીએ કહ્યું કે પુરુલિયા સહિત સમગ્ર ક્ષેત્રમાં વિકાસની અનેક સંભાવના છે. તે માટે આ ક્ષેત્રની કનેક્ટિવિટીમાં સુધારો કરવો પડશે. અમારી પ્રાથમિકતા પશ્ચિમ બંગાળના દરેક ક્ષેત્રને રેલવેથી જોડવાનો છે. તેમણે કહ્યું કે અહીં જેવું જળ સંકટ દેશના અન્ય ભાગોમાં પણ રહ્યું છે. જ્યાં જ્યાં ભાજપને સેવાની તક મળી ત્યાં સેકડો કિમી લાંબી પાઈપ લાઈન બિછાવવામાં આવી. તળાવ બનાવવામાં આવ્યા. ત્યાં હવે જળસંકટ દૂર થઈ રહ્યું છે. ત્યાં ખેડૂતો અલગ અલગ પાક લઈ રહ્યા છે. 

દીદીને દલિતો, પછાતો, આદિવાસીઓ પ્રત્યે મમતા નથી

પીએમ મોદીએ કહ્યું કે મા-માટી-માનુષની વાતો કરતા દીદીને જો દલિતો, પછાતો, આદિવાસીઓ, વનવાસીઓ પ્રત્યે મમતા હોત તો તેઓ આવું કરત નહીં. અહીં તો દીદીની નિર્મમ સરકારે માઓવાદીઓની એક નવી નસ્લ બનાવી દીધી છે જે ટીએમસીના માધ્યમથી ગરીબોના પૈસા લૂંટે છે.

ટીએમસીના દિવસો હવે ગણતરીના રહ્યા

પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના દિવસો હવે ગણતરીના રહ્યા છે. આ વાત મમતા દીદી પણ સારી પેઠે જાણે છે. આથી તેઓ કહી રહ્યા છે કે ખેલા હોબે. જ્યારે જનતાની સેવાની પ્રતિબદ્ધતા હોય, જ્યારે બંગાળના વિકાસ માટે દિવસ રાત એક કરવાનો સંકલ્પ હોય તો ખેલા ન રમાય દીદી. 

તેમણે કહ્યું કે દીદીએ બંગાળની શું હાલત કરી. ક્રાઈમ છે, ક્રિમિનલ છે પરંતુ જેલમાં નથી. માફિયા છે, ઘૂસણખોરો છે પરંતુ ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે. સિન્ડિકેટ છે, સ્કેમ છે, પરંતુ કાર્યવાહી થતી નથી. તેમણે કહ્યું કે હજુ ગઈ કાલે રાતે જ 24 ઉત્તર પરગણામાં ડઝનથી વધુ જગ્યાઓ પર બોમ્બબાજી થઈ. ભાજપના કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા. આ સ્થિતિ ઠીક નથી. આ બદલાની હિંસા, અત્યાચાર, માફિયારાજ હવે વધુ નહીં ચાલે. 

 24 ,  1