કૂચબિહારની ઘટના દુ:ખદ, દોષીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરે ચૂંટણી પંચ : PM મોદી

દીદીના લોકો અને ટીએમસીના ગુંડા જનતાને ધમકાવી રહ્યા છે – વડાપ્રધાન

પશ્ચિમ બંગાળના ચોથા તબક્કાના મતદાન દરમિયાન CISF એટલે કે કેન્દ્રીય સુરક્ષા દળના કથિત ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ બનાવ કૂચબિહાર જિલ્લા સ્થિત સિતાકુચ્ચી વિધાનસભા બેઠક નીચે આવતા માથાભંગા બ્લૉકના ઝોરપટ્ટી વિસ્તારમાં બન્યો હતો. સમાચાર એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના સીતલકૂચીમાં CISF તરફથી પોતાના પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ગોળીબાર કર્યો હતો, આ દરમિયાન ચાર લોકોનાં મોત થયા છે.

પીએમએ પોતાની જનસભામાં મમતા બેનર્જી અને સત્તારૂઢ TMC પર હુમલો કરતાં કહ્યું કે બંગાળમાં ‘દીદી’ અને ટીએમસીની મનમાની ચાલવા દઇશું નહી. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2 મેના રોજ બંગાળમાં BJPની સરકાર આવી રહી છે ત્યારબાદ પ્રદેશને કટમની સાથે મુક્ત કરાવવામાં આવશે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- ‘તુષ્ટિકરણના રાજકારણએ બંગાળને બરબાદ કરી દીધું છે. દીદીના લોકો અને ટીએમસીના ગુંડા જનતાને ધમકાવી રહ્યા છે. એટલા માટે તેમને સમજાવવા જોઇએ કે દીદી બંગાળની ભાગ્યવિધાતા નથી. હારના કારણે દીદીના ગુંડા ગભરાઇ ગયા છે. દીદીના 10 વર્ષના રાજની આ જ સચ્ચાઇ છે. એટલા માટે અમે વાયદો કરીએ છીએ કે તોલાબાજ અને કટમની મુક્ત સરકાર આપીશું. 

પ્રધાનમંત્રીએ પોતાના ભાષણની શરૂઆત પોતાને ચાવાળા ગણાવતાં કરી હતી. જનસભામાં પીએમ મોદીએ એ પણ કહ્યું કે ‘દીદીને મારા પર ગુસ્સો આવી રહ્યો છે. દીદીએ ગરીબો, દલિતોની સાથે અન્યાય કર્યો છે. દીદીને પોતાના કામનો હિસાબ આપવો જોઇએ. એટલે હવે બંગાળને બદલવાનો સમય આવી ગયો છે.’ 

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર