WIના મહાન ખેલાડી બ્રાયન લારા મુંબઈ હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવો હોવાની ફરિયાદ

વેસ્ટઈન્ડિઝના બેસ્ટ બેટ્સમેન બ્રાયન લારાને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બ્રાયન લારાને મંગળવારે મુંબઈની પરેલ ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

લારાને હોસ્પિટલમાં દાખલ કેમ કરવામાં આવ્યો છે તેને લઈને હોસ્પિટલના અધિકારીઓએ તો કોઈ જાણકારી આપી નથી પણ સૂત્રોએ કહ્યું છે કે તેને છાતીમાં દુખાવાની ફરિયાદના કારણે દાખલ કરવામાં આવ્યો છે.

બ્રાયન લારાને મંગળવારે અંદાજે 12.30 વાગે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને તુરંત સારવાર શરૂ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ નજીકની એક હોટલના કાર્યક્રમમાં હતા અને ત્યાં તેમની તબિયત બગડતા તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર