જોરદાર કેવાય..! કેમ લોકો છે MAHINDRA THAR પાછળ દિવાના..?

નવી જનરેશનવાળી SUVનું બુકિંગ ભારતમાં 55 હજારને પાર થઈ ગયું છે

ગાડીઓનું વેચાણએ દિનપ્રતિદિન વધી રહ્યું છે .રોજેરોજ માર્કેટમાં વિવિધ કંપનીઓ દ્વારા ગાડીઓ ઉતારવામાં આવતી હોય છે .કોઈ ટકી જાય છે તો કોઈ કંપની ઓછી ચાલે છે .આજકાલ માર્કેટમાં મહિન્દ્રા કારનું વેચાણ જોરશોરથી થઇ રહ્યું છે.ભારતમાં ગત વર્ષે મહિન્દ્રાએ SUV સેગમેન્ટમાં થાર ગાડી લોન્ચ કરી હતી. ભારતીય બજારમાં કારને ખૂબ લોકપ્રિયતા મળી રહી છે. નવી જનરેશનવાળી SUVનું બુકિંગ ભારતમાં 55 હજારને પાર થઈ ગયું છે. આ SUVની માગ એ હદે વધી છે કે હાલ મહિન્દ્રા થાર માં 10 મહિનાનું વેઈટિંગ પિરીયડ ચાલી રહ્યુ છે.

મળતી માહિતી મુજબ ,મહિન્દ્રા થારનો સ્ટાઈલિશ લુક ભારતીય ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. નવી જનરેશનવાળી મહિન્દ્રા થાર ગત વર્ષે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ થઈ હતી. થારના જુદા જુદા મોડલ અને શહેરના આધારે નક્કી કરવામાં આવે છે કે ગ્રાહકોએ તેમની કારની ડિલીવરી લેવા માટે કેટલી રાહ જોવી પડશે.વર્ષ 2021માં જાન્યુઆરી મહિનામાં મહિન્દ્રા થારના ભારતમાં 3,152 યુનિટ્સનું વેચાણ થયું. ફેબ્રુઆરી મહિનામાં 2,842 ગ્રાહકોએથાર ખરીદી. માર્ચ મહિનામાં મહિન્દ્રા થારના 1,912 યુનિટ્સ બજારમાં વેચાયા. એપ્રિલ મહિનામાં મહિન્દ્રા થારનું સૌથી વધુ વેચાણ થયું. એપ્રિલ મહિનામાં 3,405 ગ્રાહકોએ મહિન્દ્રા થાર ખરીદી.

ઉલ્લેખનીય છે કે ,કોરોનાની બીજી લહેર મહિન્દ્રા કંપની માટે ગ્રહણ બનીને આવી. મે મહિનામાં મહિન્દ્રા થારનું સૌથી ઓછું વેચાણ થયું. મે મહિનામાં મહિન્દ્રા થારના 1,911 યુનિટ્સનું વેચાણ થયું જે આ વર્ષનું સૌથી ઓછું વેચાણ છે. મહત્વનુ છે કે જુદા જુદા રાજ્યોમાં કોરોનાના કેસ ઘટાડવા માટે લૉકડાઉન જેવી સ્થિતિ ઉભી કરી દેવાઈ હતી. આ કારણસર મહિન્દ્રા થારના વેચાણમાં મોટો ઘટાડો થયો.

સુવિધાઓની વાત જો કરવામાં આવે તો ,મહિન્દ્રા થાર ભારતમાં મિસ્ટર કૉપર, એક્વામરીન, રેડ રેજ, નેપોલી બ્લેક, ગેલેક્સી ગ્રે અને રોકી બેઝ જેવા છ રંગોમાં ઉપલબ્ધ છે.મહિન્દ્રા થાર બે એન્જિનમાં ઉપલબ્ધ છે. કારમાં 2.2 લિટરનું MHAWK ડીઝલ એન્જીન 130 bhpનો પાવર અને 300nm નો પીક ટોર્ક જનરેટ કરે છે, તેમજ અન્ય 2 લિટરનું ટર્બોચાર્જ્ડ mstallion પેટ્રોલ એન્જીન 150 bhp પાવર અને 320 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

આ ઉપરાંત ,મહિન્દ્રા થારના AX OPTIONAL વેરીયન્ટની વાત કરીએ તો, દિલ્લી એક્સ શોરૂમ કિંમત તેની 12.10 લાખ રૂપિયા છે. તો તેના LX વેરીયન્ટની કિંમત 12.79 લાખ રૂપિયા છે. અમદાવાદમાં શરૂઆતની કિંમતની વાત કરીએ તો, 13.74 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા સુધીની છે.

ગ્રાહકોની દિવાનગી આ ગાડી પ્રત્યે એટલી છે કે તેઓ વેઇટિંગમાં રહીને પણ તેને ખરીદવા તલપાપડ છે

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર