વિચિત્ર કેવાય..!ગીર સોમનાથમાં ભેદી ધડાકા સંભળાતા ભયનો માહોલ…

કેટલાક લોકો ધડાકા સાંભળતા જ ઘરોની બહાર નીકળી ગયા..

કુદરતી આપત્તિઓથી તો આપણે સહુ કોઈ પરિચિત છીએ.ભૂકંપ,પૂર કે પછી વાવાઝોડા જેવી આપત્તિઓનો સામનો આપણે સહુ કરી ચુક્યા છીએ .પણ હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે .જેમાં ગીરસોમનાથમાં કેટલાક સ્થળોએ ભેદી ધડાકાઓ સાંભળવામાં આવ્યા છે .

વિગતોમાં ગીર સોમનાથ જિલ્લામા અજીબોગરીબ ઘટના સામે આવી છે .જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ગીર સોમનાથમાં વેરાવળ, સોમનાથ અને કોડિનાર સહિતના પંથકમાં ભેદી ધડાકા સંભળાયા છે. ભેદી ધડાકાને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તો ભૂકંપની આશંકા પણ સેવી રહ્યા છે ભૂકંપ થવાને લઈને ભેદી ધડાકા સંભળાતા હોય તેવું લોકો અનુમાન કરી રહ્યા છે કેટલાક લોકો ધડાકા સાંભળતા જ ઘરોની બહાર નીકળી ગયા હતા.

મહત્વનું છે કે, આ અગાઉ પણ ભેદી ધડાકા સંભળાયાની ઘટના સામે આવી હતી. અગાઉ 3 માર્ચે જૂનાગઢ જિલ્લાના મજેવડી, વંથલીમાં ભેદી ધડાકા સંભળાયા હતા જેની ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરાવામા આવી હતી. જે બાદ આ ઘટનાને લઈ તપાસ પણ હાથ ધરાઈ હતી ,જ્યારે ડિઝાસ્ટર વિભાગે પણ ભેદી ધડાકા સંભળાયા હોવાની વાત સ્વીકારતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે ફરી પાછા ભેદી ધડાકા સંભળાતા અનેક તર્ક વિર્તકો થઈ રહ્યા છે તેમજ લોકોમા ભય અને કૂતુહલ પણ સર્જાઈ રહ્યું છે.

 67 ,  1