કેવુ હશે બજેટ અદભૂત.. અસામાન્ય.. અજોડ… બેજોડ અને ગેમ ચેન્જર..!

ગેમ ચેન્જર એટલે એક એવી સ્થિતિ કે સંજોગ કે જે હારેલી બાજીને જીતમાં પલટી નાંખે.

2021માં ભારતનો આર્થિક વૃધ્ધિ 11.5 ટકા રહેશે-બજેટમાં દેખાશે..

મોદી મંત્રઃ ગુડ ઇકોનોમિક્સ ઇઝ ગુડ પોલીટિક્સ..

નવા નાણાંકિય વર્ષમાં સરકારને તમામ પ્રકારના કરવેરા પેટે સરકારને કેટલી આવક મળશે..?

અડે બાબા, કોરોના મેં ખર્ચા હો ગયા ની.. તો સેસ તો દેના હી પડેગા ની..પાપડ ખાઓ..!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

ભાજપના પ્રવક્ત ગોપાલ ક્રિષ્ણ અગરવાલે સંસદમાં બજેટ સત્ર શરૂ થાય તે પહેલા આગામી બજેટ કેવુ હશે તેના અનુમાનો દર્શાવ્યાં. મોદી સરકારનો લક્ષ્ય અને લક્ષ્યાંક અંગે પણ તેમણે કહ્યું.

નાણામંત્રી નિર્મલા સિતારામને દેશવાસીઓને ખાતરી આપી છે કે કોરોના કાળ પછીનું આ પહેલુ બજેટ અસામાન્ય, અદભૂત અને ઇતિહાસમાં અત્યારસુધીમાં રજૂ ન થયું હોય તેવુ હશે. ભાજપના પ્રવકતા અગરવાલે બજેટ-21-22ને ગેમ ચેન્જર કહ્યાં છે. ગેમ ચેન્જર એટલે એક એવી સ્થિતિ કે સંજોગ કે જે હારેલી બાજીને જીતમાં પલટી નાંખે….

પહેલી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી સંસદમાં બજેટ-2021-22 રજૂ કરશે ત્યારે કઇ રીતે ગેમ ચેન્જર હશે તે પણ સમગ્ર દેશ જાણી શક્શે. હાલમાં તે અંગેના અંદાજો, અંદાજપત્રની જેમ લગાવી શકાય. બજેટ એટલે અંદાજપત્ર માત્ર. બજેટ એટલે આંકડાઓની ભરમાર. બજેટ એટલે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે..! રૂપિયો લોકોના ખિસ્સામાંથી આવશે અને સરકારી તિજોરીમાં જશે…!! અંદાજપત્રમાં એ જ અંદાજ લગાવવામાં આવે છે કે નવા નાણાંકિય વર્ષમાં સરકારને તમામ પ્રકારના કરવેરા પેટે સરકારને કેટલી આવક મળશે અને વર્ષ દરમ્યાન વિવિધ વિભાગોની પ્રજાલક્ષી સંખ્યાબંધ જુની નવી યોજનાઓ, કર્મચારીઓના પગાર-ભથ્થા અને રાષ્ટ્રપતિ-વડાપ્રધાન અને મંત્રીમંડળ પાછળ કેટલો ખર્ચ થશે, રાજ્યોને જીએસટી પેટે કેટલા કરોડ મળશે વગેરે.ના અંદાજો રજૂ થતાં હોય છે.

ગયા વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ નિર્મલા સીતારામને આવા અંદાજો સાથે વર્ષ 2020-21નું અદાજપત્ર રજૂ થયું ત્યારે તેમને પણ ખ્યાલ નહીં હોય કે ચાઇના બિમારી કોરોના વાઇરસ અંદાજપત્રના અંદાજોને પણ લાગી જશે…! ભારત કોરોનાકાળમાંથી લગભગ બહાર આવી ગયું કે આવી રહ્યું છે અને રસી આવ્યાં બાદના નવા અંદાજો સાથે, નવી આશા અને નવી અપેક્ષા સાથે, નયા ભારતના નિર્માણ માટેનું ગેમચેન્જર બજેટ રજૂ થવા આડે બે દિવસ રહ્યાં છે.

બજેટ તૈયાર કરતાં પહેલાની પારંપારિક હલવા રસ્મ બાદ સરકારી અધિકારીઓએ એક અજાણ્યા સ્થળે અલગ રહીને નિર્મલાજીના , આમ તો વડાપ્રધાન મોદીજીના સ્વપ્ન સમાનનું ગેમ ચેન્જર બજેટ તૈયાર કરી નાંખ્યુ હશે. આ વખતે બજેટના દળદાર ચોપડા સાંસદોને કે મિડિયાને નહીં મળે. આ વખતનું બજેટ પેપરલેસ છે. સરકાર તમામને પેનડ્રાઇવમાં કે સીડી સ્વરૂપે બજેટની નકલો આપશે. સંસદ ભવનની બહાર ખ્લ્લામાં બજેટના થેલા પડ્યા હોય તેવા ફોટા આ વખતે જોવા નહીં મળે.

જે બજેટમાં કરોડોના આંકડા સામાન્ય હોય છે એ બજેટ આખરે હોય છે શું..?

જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા બજેટ બનાવે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ ચોક્કસ સમયગાળામાં તેમની આવક ક્યાંથી આવશે અને તે કયાં ખર્ચ કરશે તેનો અંદાજ લગાવતા હોય, તે અંદાજપત્ર.

બજેટને લગતી બાબતોઃ-

પ્રથમ વસ્તુ: બજેટ ચોક્કસ સમય અથવા પ્રસંગ માટે બનાવવામાં આવે છે. એક અઠવાડિયા, એક મહિનો, એક વર્ષ, એક દિવસ માટેનું પણ બજેટ હોઇ શકે. બજેટ કોઈપણ પ્રકાર અને કદનું હોઈ શકે છે. જેમ કે લગ્નનું બજેટ, પાર્ટીનું બજેટ, ઘરનું બજેટ વગેરે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારામન જે બજેટ સંસદના મેજ પર લાવશે તે 130 કરોડની વસ્તીવાળા ભારત દેશનું બજેટ હશે. આ બજેટ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 ના નાણાકીય વર્ષનું રહેશે. તેથી, તેને ‘બજેટ 2021-22’ પણ કહી શકાય.

બજેટ માત્ર એક અંદાજ છે પણ ખ્યાલી પુલાવ નથી. બજેટમાં ભવિષ્ય વિશે માત્ર અનુમાન લગાવી શકાય છે. જો આ અનુમાન લગાવવા માટે ડેટા, આંકડા અને વૈજ્ઞાનિક અભિગમ લેવામાં આવે તો અનુમાન વધુ સચોટ બને છે. સરકારના બજેટમાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે. એવું નથી કે એકવાર બજેટ બને પછી તેને બદલી શકાય નહીં. તેની સમયાંતરે સમીક્ષા કરવી પડે છે. બજેટ બનાવતા પહેલા ડેટા અને લોકોના-વ્યાપારી સંગઠનોના, ઉદ્યોગ સંગઠનોના પ્રતિભાવ એકત્રિત કરવામાં અઠવાડિયા અને મહિના લાગે છે .તે પછી બજેટ બનાવી શકાય છે.

સરપ્લસ બજેટ – સરપ્લસ બજેટ એટલે. આવક અને ખર્ચનો સંપૂર્ણ હિસાબ લીધા પછી કેટલાક પૈસા ‘વધારાના’ બાકી છે, જે વિવિધ બચત યોજનાઓમાં ઉપયોગમાં લઇ શકાય. જેને પુરાંવાળુ બજેટ કહી શકાય.

ડેફિસિટ બજેટ – ખાધ એટલે ઉણપ. એક સરપ્લસ બજેટ છે. પરંતુ તેનાથી ઉલટું, જો તેની આવક ઓછી હોય અને ખર્ચ વધુ હોય, તો આવક અને ખર્ચની સાથે રકમની બરાબરી કરવા માટે, તેણે આવકમાં ‘મને ઉછીના લો’ જેવી લાઇન ઉમેરવી પડશે. તેથી તે બજેટ ખાધ બજેટ અથવા ખાધવાળુ બજેટ બની જાય છે.

સંતુલન બજેટ– ઉપરોક્ત બે ઉદાહરણો પછી એક એવુ બજેટ જેમાં જેટલી આવક એટલો ખર્ચ હોય છે, તેને સંતુલન બજેટ કહેવામાં આવે છે. મતલબ કે તે બજેટમાં, ‘ઉધાર લીધેલા નાણાં’ સાથે કોઈ લાઇન દેખાશે નહીં અથવા ‘બાકી પૈસા’ રહેશે

1 ફેબ્રુઆરી 2020 ના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું. તે પહેલા આવેલા આર્થિક સર્વેમાં જીડીપી વૃદ્ધિ દર 6-6.5% ની વચ્ચે રહેવાનો અંદાજ લગાવાયો હતો.. બજેટ દરમિયાન સરકારે તેની નાણાકીય ખાધ 3.5.. ટકા હોવાનો અંદાજ લગાવ્યો હતો.

આ વખતે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ-આઇએમએફ- દ્વારા ઇનુમાન લગાવવામાં આવ્યું છે કે, 2021માં ભારતનો આર્થિક વૃધ્ધિ 11.5 ટકા રહેશે. સાદા શબ્દોમાં કહીએ તો અચ્છા…અચ્છા…ગુડ…ગુડ…રહેશે.કોરોના કાળ-લોકડાઉનથી થયેલી અસરમાંથી ભારતનું ર્થતંત્ર અંગ્રેજી મૂળાક્ષર “વી” આકારની જેમ બહાર આવશે એવી જાહેરાત પણ ભાજપે કરી છે.

આત્મ નિર્ભર…સ્વાવલંબન…સેલ્ફ રિલાયન્સ..એવા શબ્દો સાથેનું બજેટ-2021-22 કોરોના સેસ લઇને પણ આવી શકે. અડે બાબા..ઝુલેલાલ કી કસમ હૈ, કોરોના મેં ખર્ચા તો હો ગયા ની…અબ ઉસકે લિયે સાંઇ કુછ તો કરના પડેગા ની,દેના પડેગા..સેસ ભી દેના પડેગા, દેશ તો ચલાના હી હૈ, હમ સબ કો ઉસે આગે બઢાના હૈ..યે લો પાપડ ખાઓ…!!,

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર