અમદાવાદમાં 60 કલાકના કર્ફ્યૂમાં બસ – ટ્રેન અને વિમાનના મુસાફરોનું શું…? CAના પરીક્ષાર્થીઓ પણ ચિંતામાં મુકાયા

કર્ફ્યૂમાં મુસાફરો મુકાશે હાલાકીમાં, પરીક્ષાર્થીઓમાં ચિંતા

કોરોના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતથી લઈને સોમવાર સુધી કરફ્યુ લાદવામાં આવે છે. શનિ-રવિ પણ બંધ રહેશે આમ 60 કલાક સતત કરતી લગાવવામાં આવે છે. જેમાં દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ત્યારે સવાલ એ થાય છે કે બહારથી આવતા લોકો શું..? ટ્રેન, બસ તેમજ વિમાન મારફતે બહાર ગામથી આવતા લોકો ક્યાં જશે, ક્યાંક પોલીસના ડંડા તો નથી ખાવા પડે..? કેકે આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવી નથી. બે દિવસ કર્ફ્યૂ દરમિયાન બહારથી આવતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

તો બીજી તરફ અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવતા CAના પરીક્ષાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. કારણ કે 400 સેન્ટર પર 4 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ CAની પરીક્ષા આપવાના હતાં. પરંતુ હવે કર્ફ્યૂની સ્થિતિને જોતા પરીક્ષા મોકૂક રાખવા અંગે નિર્ણય લેવાઇ શકે છે.

રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં ઉમટેલી મોટી ભીડ અને કોરોનાથી બચવાના નિયમોનું પાલન નહીં કરાતા અચાનક કેસોમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાથીને રાજ્ય સરકારની સુચનાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પોલીસના સહકારથી આવતીકાલ 20 નવે.થી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ઉચ્ચ અધિકારી રાજીવ ગુપ્તાએ મોડી રાત્રે ટ્વીટ કરીને નાગરિકોને જાણ કરી હતી કે કોરોનાની પરિસ્થિતિની મોડી રાત્રે સમીક્ષા કરવામાં આવી અને એવું નક્કી કરવામાં આવ્યું કે આવતીકાલ શુક્રવારના રાતના 9 વાગ્યાથી લઇને સોમવાર સવારના 6 વાગ્યા સુધી અમદાવાદમાં સંપૂર્ણ કર્ફયુ (કમ્પલેટ કરફ્યુ) રહેશે. આ સમયગાળા દરમ્યાન માત્ર દૂધ અને દવાની દુકાનોને ખોલવાની મંજૂરી રહેશે.

ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી સોમવાર રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે. નોંધનીય છે કે 1લી ઓગસ્ટે અમદાવાદમાંથી કર્ફ્યૂ હટાવવામાં આવ્યો હતો. બીજી તરફ દસક્રોઇમાં બારેજા નગરપાલિકાએ પણ 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

 106 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર