September 20, 2021
September 20, 2021

ભારતીય રેસલર વિનેશ ફોગાટે ટોક્યો ઓલિમ્પિકમાં એવું તો શું કર્યું?

ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગાટ સસ્પેન્ડ

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં અભિયાન દરમિયાન શિસ્તબદ્ધતા બદલ સ્ટાર રેસલર વિનેશ ફોગાટને “અસ્થાયી રૂપે સસ્પેન્ડ” કરી દીધા છે અને ગેરવર્તન બદલ યુવા સોનમ મલિકને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

મળતી જાણકારી પ્રમાણે, ટોક્યો ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં બહાર રહેલા વિનેશ ફોગાટને નોટિસનો જવાબ આપવા માટે 16 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આમાં અનુશાસનના ત્રણ આરોપો લગાવવામાં આવ્યા છે.

હકીકતમાં, વિનેશ ફોગાટ, જે હંગેરીમાં કોચ વોલર ઈકોસ સાથે તાલીમ લઈ રહ્યા હતા, ત્યાંથી સીધા ટોક્યો પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્પોર્ટ્સ વિલેજમાં રહેવાની અને ભારતીય ટીમના અન્ય સભ્યો સાથે ટ્રેનિંગ લેવાની ના પાડી હતી. તેણે ભારતીય દળના સત્તાવાર પ્રાયોજક શિવ નરેશનો પોશાક પહેરવાનો ઇનકાર કરતા નાઇકીનો પોશાક પહેર્યો હતો.

ડબ્લ્યુએફઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, “આ અનુશાસન છે. તેને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને કુસ્તી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી તેણી જવાબ નહીં આપે ત્યાં સુધી તે કોઈપણ રાષ્ટ્રીય અથવા અન્ય સ્થાનિક સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. સાથે જ આ અંગેનો અંતિમ નિર્ણય WFI લેશે.

સૂત્રોએ જણાવ્યું કે, ડબ્લ્યુએફઆઈના આઈઓએ ફટાકાર લગાવી છે કે, તેઓ પોતાના ખેલાડીઓને નિયંત્રણમાં નથી રાખી શકતા, આઈઓએના સંદર્ભમાં ડબ્લ્યુએફઆઈએ નોટિસ જાહેર કરી છે.

 37 ,  1