જુહી ચાવલાએ એવું તે શું કર્યું કે 20 લાખનો દંડ ફટકારાયો..?

5G ટેક્નોલોજીના વિરુદ્ધમાં જુહી ક્યાં માર ખાઈ ગઈ..?

બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ 5G ટેક્નિક વિરુદ્ધ કરેલી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજી વગર કોઇ નક્કર કારણે કરાઇ હતી. કોર્ટનું કહેવું હતું કે, જૂહી ચાવલાએ 5G ટેક્નિક વિરુદ્ધ અરજી કારણ વગર દાખલ કરી, જ્યારે કોર્ટે આવતાં પહેલાં તે આ અંગે સરકારને લખી શકતી હતી.

વધુમાં ,અરજી ફગાવતાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, અરજીકર્તાએ કાયદાકીય પ્રક્રિયાનો ખોટો ઉ‌પયોગ કર્યો છે. કોર્ટે અરજી કરનારાઓ પર ૨૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ અરજી કરીને અરજદારે કોર્ટનો કિંતમી સમય બગાડ્યો છે.

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, એવું લાગે છે કે આ અરજી માત્ર પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી. સાથે જ દિલ્હી પોલીસને કહ્યું કે, તે સુનાવણી દરમિયાન અડચણ ઉભી કરનાર વ્યક્તિની ઓળખ કરે અને તેની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, 5G ટેસ્ટિંગને લઇને વિવિધ વાતો થઇ રહી છે. કેટલાક આને લાભદાયી ગણાવી રહ્યાં છે, તો કેટલાકનું માનવું છે કે, આનું ટેસ્ટિંગ ખૂબ જ નુકસાનકારક થઇ શકે છે. આ દરમિયાન અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં 5G ટેસ્ટિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવતાં દિલ્હી હીઇકોર્ટમાં અરજી કરી હતી.

જૂહીનું કહેવું હતું કે, તમામ રિસર્ચમાં સામે આવ્યું છે કે આરએફ રેડિએશન ખૂબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. આ રેડિયેશન્સ લોકોની હેલ્થ અને સેફ્ટી માટે સારા નથી.

 42 ,  1