મોદી સરકારે કાશ્મીરને લઇ ઐતિહાસિક નિર્ણય લેતા અમેરિકાએ શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંયુકત રાજ્ય અમેરિકા એ તમામ પક્ષોને એલઓસી પર શાંતિ અને સ્થિરતા બનાવી રાખવાની અપીલ કરી છે. ગઇકાલ સોમવારના રોજ મીડિયા સાથે વાત કરતાં અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવકતા મોર્ગન ઓર્ટાગસ એ કહ્યું કે અમેરિકા ભારત સરકાર દ્વારા કલમ 370ને હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે.

ઓર્ટાગસે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે અમે નિયંત્રણ રેખા પર તમામ પક્ષોને શાંતિ અને સ્થિરતા બનાવી રાખવાની અપીલ કરીએ છીએ. જમ્મુ-કાશ્મીરને સ્પેશયલ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવાના સંબંધમાં પૂછવા પર તેમણે કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરની ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે જમ્મુ-કાશ્મીરના સંવૈધાનિક દરજ્જામાં ફેરફારની ભારતની જાહેરાત અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાની યોજનાને સંજ્ઞાનમાં લીધી છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી